Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    250 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, દુબઈથી ઓપરેટ થતું હતું:ખાનગી યુનિ.ના MBAના વિદ્યાર્થી સહિત 5 શહેરોમાં 19 આરોપીની ધરપકડ; 21 રાજ્યોના 146 ગુનાનો ભેદ ઉકેલાયો

    9 hours ago

    ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ‘ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0’ અંતર્ગત રાજ્યના વડોદરા, ભાવનગર, સુરત, પાટણ અને ગાંધીનગરમાં નોંધાયેલા પાંચ મોટા સાયબર ફ્રોડ કેસનો પર્દાફાશ કરી કુલ 19 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન દેશના 21 રાજ્યોમાં નોંધાયેલા 146 સાયબર ગુનાઓ સાથે આરોપીઓના કનેક્શન સામે આવ્યા છે, જ્યારે કુલ 250 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીના વ્યવહારોનો ખુલાસો થયો છે. ‘એકસાથે મોટી સંખ્યામાં ટ્રાન્ઝેક્શન કરતા હતા’ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ નકલી અને ભાડે મેળવેલા બેંક ખાતાઓનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડની રકમ ટ્રાન્સફર કરતા હતા. આ માટે તેઓ બલ્ક મોડ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને એકસાથે મોટી સંખ્યામાં ટ્રાન્ઝેક્શન કરતા હતા. આરોપીઓએ લોકોને APK ફાઇલ અને અન્ય એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમજ ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ, ડિપોઝિટ અને UPI સંબંધિત લાલચ આપીને છેતરપિંડી આચરી હતી. ‘દુબઈથી સમગ્ર નેટવર્કનું સંચાલન થતું હતું’ સુરતના મોટા વરાછા અને જહાંગીરપુરામાં ઓફિસો ઉભી કરીને આ સમગ્ર નેટવર્ક સંચાલિત થતું હોવાનું બહાર આવ્યું છે. મહેસાણા અને ગાંધીનગરમાંથી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કેટલાક આરોપીઓ દુબઈથી સમગ્ર નેટવર્કનું સંચાલન કરતા હોવાનું પણ સામે આવ્યું છે. એક આરોપીના ખાતામાં જ 161 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન નોંધાયા છે અને તેના મુખ્ય હેન્ડલરની પણ ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી હત્યાના ગુનામાં પણ વોન્ટેડ વડોદરાના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે દેશભરમાં 101થી વધુ સાયબર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. માત્ર આ કેસોમાં જ 46 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. વધુમાં, એક આરોપી હત્યાના ગુનામાં પણ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. પારુલ યુનિવર્સિટીના MBA વિદ્યાર્થીએ આચરી 7.40 કરોડની સાયબર ઠગાઈ વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરતો વિદ્યાર્થી સાયબર ફ્રોડ કેસમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ અભ્યાસ દરમિયાન જ પોતાના સાથી વિદ્યાર્થીઓ અને ઓળખીતાઓના નામે 10થી વધુ મ્યુઅલ બેંક ખાતાઓ ખોલાવ્યા હતા અને આ ખાતાઓ મારફતે 7.40 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી આચરી હતી. તપાસ દરમિયાન આરોપી સામે દેશભરમાં કુલ 28 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ઓપરેશન મ્યુઅલ હન્ટ અંતર્ગત આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ‘અન્ય રાજ્યોમાં તપાસ થશે’ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે હજુ વધુ આરોપીઓના નામ ખુલવાની શક્યતા છે અને તપાસનો વ્યાપ દેશના અન્ય રાજ્યો સુધી વિસ્તરવાની સંભાવના છે. ગુજરાત પોલીસની આ કાર્યવાહી સાયબર ફ્રોડ સામેની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી પૈકીની એક માનવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વીમા ક્લેમ ઝડપથી સેટલ કરવા કલેક્ટરની કડક સૂચના:ઈન્સ્યોરન્સ ક્લેમ માટે નોડલ ઓફિસરની નિમણૂક, ખાસ વેબપોર્ટલ શરૂ કરાશે, ઓટો રીપેરીંગના વધુ પૈસા લેનારા સામે કાર્યવાહીની ચેતવણી
    Next Article
    ભરૂચ KMCRIના ઈન્ટર્ન ડોક્ટરો અનિશ્ચિત હડતાલ પર:સ્ટાઈપેન્ડ વધારાની માંગ: મેનેજમેન્ટે માત્ર રૂ. 500 વધાર્યાં; આરોગ્ય સેવાઓ પર અસર પડવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment