Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રઝા ઈલેવન ખીરસરા KHPL સીઝન-7માં ચેમ્પિયન બની:ફાઈનલમાં હિંગોરા એસોસિયેટ સાંધવને 8 વિકેટે હરાવ્યું, આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ ન હારી

    8 hours ago

    કચ્છના હિંગોરા સમાજના યુવા ક્રિકેટરોની પ્રતિભા અને રમતગમત પ્રત્યેના ઉત્સાહને મંચ પૂરું પાડતી કચ્છ હિંગોરા પ્રીમિયર લીગ (KHPL)ની સીઝન-7નો રોમાંચક અંત આવ્યો છે. વિંઝાણ ગામના વીર લાખાજી મેદાન ખાતે યોજાયેલી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ભવ્ય ફાઈનલમાં રઝા ઈલેવન ખીરસરા વિં.એ શાનદાર રમતનું પ્રદર્શન કરીને હિંગોરા એસોસિયેટ સાંધવને 8 વિકેટે હરાવી વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ખાસ વાત એ રહી કે સમગ્ર ટુર્નામેન્ટમાં એક પણ હાર વિના ચેમ્પિયન બનેલી રઝા ઈલેવને અણનમ વિજેતા બનવાનો ઐતિહાસિક રેકોર્ડ પણ સર્જ્યો હતો. ફાઈનલ મુકાબલામાં ટોસ જીતીને રઝા ઈલેવને પ્રથમ બેટિંગ માટે હિંગોરા એસોસિયેટ સાંધવને આમંત્રણ આપ્યું હતું. સાંધવની ટીમે નિર્ધારિત 12 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન સાથે 143 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. જોકે, 144 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રઝા ઈલેવનના બેટ્સમેનોએ શરૂઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. ટીમે માત્ર 11.3 ઓવરમાં બે વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી આઠ વિકેટે યાદગાર જીત મેળવી હતી. આ સફળતા સાથે રઝા ઈલેવન માત્ર ટ્રોફી જીતવામાં જ નહીં, પરંતુ આખી ટુર્નામેન્ટમાં અજેય રહેવામાં પણ સફળ રહી હતી. ખેલાડીઓ વચ્ચેનું ટીમવર્ક, શિસ્ત અને સતત શ્રેષ્ઠ પ્રદર્શન આ સિદ્ધિનું મુખ્ય કારણ બન્યું હતું. સમાપન સમારોહમાં અબડાસાના ધારાસભ્ય પી.એમ. જાડેજા, જિલ્લા પંચાયત સભ્ય કમાભાઈ રબારી, સમાજ પ્રમુખ હાજી જુણસભાઈ, મહામંત્રી હાજી ખાલેદભાઈ, સરપંચ સજ્જનસિંહ જાડેજા સહિત અનેક આગેવાનો, દાતાઓ અને ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફાઈનલમાં શ્રેષ્ઠ દેખાવ બદલ હાજી સુમાર હિંગોરાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા, જ્યારે સમગ્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તાહિર હિંગોરાને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ અને રૂ. 11 હજારનું રોકડ ઇનામ મળ્યું હતું. હયાન હિંગોરા બેસ્ટ બોલર અને અલનુર હિંગોરા બેસ્ટ ફિલ્ડર બન્યા હતા. શરીફ હિંગોરાને પણ મહત્વપૂર્ણ યોગદાન બદલ રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. ટુર્નામેન્ટમાં દાતાઓના સહયોગથી ઇનામોની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ચેમ્પિયન રઝા ઈલેવનને વિજેતા ટ્રોફી સાથે સ્પ્લેન્ડર હોન્ડા મોટરસાઇકલ એનાયત કરવામાં આવી હતી. જ્યારે રનર્સઅપ હિંગોરા એસોસિયેટ સાંધવને ટ્રોફી સાથે રૂ. 25 હજારનું રોકડ ઇનામ અપાયું હતું. સિક્સર ફટકારનાર ખેલાડીઓને પણ પ્રતિ સિક્સર રૂ. 100નું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટના આયોજનમાં ડાડા હિંગોરા, આઈ.એમ. હિંગોરા અને ઈબ્રાહિમ હિંગોરાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. છેલ્લા સાત વર્ષથી યોજાતી આ સ્પર્ધા સમાજના યુવાનોમાં રમતગમતની પ્રતિભા વિકસાવવા સાથે એકતા, ભાઈચારો અને સામાજિક સંવાદિતાને મજબૂત કરવાનું માધ્યમ બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં શાળા, આંગણવાડીઓમાં ચોરી કરતી ગેંગના બે સાગરીતો ઝડપાયા:LCBએ રાજસ્થાનના બે આરોપીઓને ઝડપી બે ઘરફોડ ચોરીના ગુના ઉકેલ્યા, અન્ય ત્રણ આરોપીઓ ફરાર
    Next Article
    પ્રોહિબિશનના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ:બોટાદના શખસને સોનગઢ-પાલીતાણા ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment