Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં ભાજપના ‘નમો રાસોત્સવ’માં સાંસદ રાજેશ ચુડાસમા ગરબે ઘૂમ્યા:વેરાવળના KCC ગ્રાઉન્ડમાં ‘વેલકમ નવરાત્રિ-2026’ અંતર્ગત ભવ્ય આયોજન; પાંચ વર્ષથી પરંપરા જાળવી

    15 hours ago

    નવરાત્રિના પાવન પર્વને આવકારવા ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વેરાવળના KCC ગ્રાઉન્ડ ખાતે ‘વેલકમ નવરાત્રિ-2026’ અંતર્ગત ભવ્ય ‘નમો રાસોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા અને પરંપરાગત ગરબા-રાસની રમઝટ સાથે નવરાત્રિના રંગમાં રંગાઈ ગયા હતા. સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજય પરમાર, શહેર ભાજપ અધ્યક્ષ શૈલેષ મેસવાણીયા સહિત ભાજપના પદાધિકારીઓએ પણ ગરબે ઘૂમી ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી ‘વેલકમ નવરાત્રિ’ના નામે નવરાત્રિ પર્વને આવકારવાની પરંપરા જાળવવામાં આવી રહી છે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવાની સાથે વધુમાં વધુ લોકોને માતા દુર્ગા અને નવદુર્ગાની આરાધના સાથે જોડવાનો છે. ગરબા અને રાસની પરંપરા દ્વારા ધાર્મિક આસ્થા, ભક્તિભાવ અને સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંદેશ પણ આ ઉત્સવમાં આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, નવરાત્રિની શરૂઆતના આગલા દિવસે માતા જગદંબાને આવકારવા અને તેમના આશીર્વાદ મેળવવાના હેતુથી જિલ્લા ભાજપ દ્વારા ‘વેલકમ નવરાત્રિ’ એટલે કે ‘નમો રાસોત્સવ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ખેલૈયાઓની ઉપસ્થિતિ ઉત્સવના ઉત્સાહને દર્શાવે છે. તેમણે સૌને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી અને માતા જગદંબા સૌને પોતાનાં સપનાં સાકાર કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. કાર્યક્રમ દરમિયાન ‘વંદે માતરમ્’નાં 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત વડનગરથી વારાણસી સુધીની યાત્રામાં જોડાયેલા ત્રણ સેવા યાત્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય દિલીપસિંહ બારડ, વેરાવળ નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલ સહિત ભાજપ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વેરાવળ સમસ્ત ખારવા સમાજ, સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ દામજીભાઈ ફોફંડી, તુલસી ગોહેલ, લખમભાઈ ભેંસલા સહિત વિવિધ સામાજિક અને સેવાકીય સંગઠનોના હોદ્દેદારોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો. સાંસદે ખેલૈયાઓ સાથે તાલ મિલાવ્યો ‘નમો રાસોત્સવ’ દરમિયાન સાંસદ રાજેશ ચુડાસમાએ માત્ર ઉપસ્થિતિ પૂરતી મર્યાદા રાખવાને બદલે ગરબામાં જોડાઈને રાસની રમઝટ બોલાવી હતી. સાંસદને ગરબે ઘૂમતા જોઈને કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરો અને ખેલૈયાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજય પરમાર, શહેર ભાજપ અધ્યક્ષ શૈલેષ મેસવાણીયા સહિત ભાજપના અન્ય પદાધિકારીઓએ પણ ગરબા-રાસમાં ભાગ લીધો હતો. આમ, સાંસદ રાજેશ ચુડાસમાની ગરબામાં સહભાગિતાએ ‘નમો રાસોત્સવ’ના ઉત્સાહમાં વિશેષ ઉમેરો કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    લાંભવેલ ખાતે 13 એકરમાં 'માં શક્તિ ગરબા ગ્રાઉન્ડ'માં થીમેટિક ડેકોરેશ:એકસાથે 25 હજાર ખેલૈયાઓ રમી શકે તેવું મેદાન અને 6 લાખ સ્ક્વેર ફૂટનું વિશાળ પાર્કિંગ
    Next Article
    લાયન્સ સસ્પે:જામનગરવાસીઓએ છેલ્લા 5 વર્ષમાં 1,758 ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment