Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાંભવેલ ખાતે 13 એકરમાં 'માં શક્તિ ગરબા ગ્રાઉન્ડ'માં થીમેટિક ડેકોરેશ:એકસાથે 25 હજાર ખેલૈયાઓ રમી શકે તેવું મેદાન અને 6 લાખ સ્ક્વેર ફૂટનું વિશાળ પાર્કિંગ

    14 hours ago

    આજથી જગતજનની માં શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રીનો શુભારંભ થતાં ચરોતર સહિત સમગ્ર ગુજરાતના ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આણંદના લાંભવેલ નજીક ૧૩ એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા 'માં શક્તિ ગરબા ગ્રાઉન્ડ' ખાતે આ વખતે ચરોતર તેમજ સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વાર અત્યંત મોટાપાયે ભવ્યાતિભવ્ય થીમ આધારિત રોશની અને અદ્ભુત ડેકોરેશન કરવામાં આવ્યું છે. વડોદરા બાદ સમગ્ર રાજ્યનું બીજા નંબરનું અને ચરોતરનું સૌથી મોટું ગરબા મેદાન તૈયાર કરાયું છે, જ્યાં એકસાથે ૨૫ હજારથી વધુ ગરબા રસિકો ખુલ્લા મનથી ગરબે ઘૂમી શકશે. ખેલૈયાઓ અને દર્શકોના વાહનો માટે ૬ લાખ સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં પાર્કિંગની સુસજ્જ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ સુરક્ષા માટે CCTV કેમેરા, સિક્યુરિટી સ્ટાફ અને મેડિકલ ટીમ તૈનાત રખાઈ છે. તંત્ર દ્વારા વાહનવ્યવહારની સુગમતા માટે ખાસ જાહેરનામું અને ટ્રાફિક ડાયવર્ઝન જાહેર નવરાત્રી મહોત્સવ દરમિયાન માર્ગો પર વાહનવ્યવહાર સુચારુ અને સગવડભર્યો રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગરબા ગ્રાઉન્ડ તરફના માર્ગો પર મોટા વાહનો માટે ખાસ ટ્રાફિક ડાયવર્ઝન ગોઠવવામાં આવ્યું છે અને તે અંગેનું સત્તાવાર જાહેરનામું પણ તંત્ર દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે. ગરબા ક્વિન પ્રાપ્તિ મહેતાએ તમામ ગરબાપ્રેમીઓને મહોત્સવમાં પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું ગરબા ક્વિન પ્રાપ્તિ મહેતાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ક્યાંય ન જોયું હોય તેવું વિશાળ, ભવ્ય અને રોશનીથી સજ્જ આકર્ષક ડેકોરેશન ખાસ તૈયાર કરવામાં આવ્યું છે, જે ગરબાના માહોલને દિવ્યતા પ્રદાન કરશે. તેમણે ચરોતર તેમજ સમગ્ર ગુજરાતના તમામ ગરબાપ્રેમીઓને 'માં શક્તિ ગરબા ગ્રાઉન્ડ' ખાતે પધારી આ ઉત્સવના સાક્ષી બનવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    લખનઉમાં પૂર, 3 લાખ લોકો પ્રભાવિત:બિહારના 7 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ; રાજસ્થાનના 11 શહેરોમાં રાત્રિનું તાપમાન 20°Cથી નીચે
    Next Article
    ગીર સોમનાથમાં ભાજપના ‘નમો રાસોત્સવ’માં સાંસદ રાજેશ ચુડાસમા ગરબે ઘૂમ્યા:વેરાવળના KCC ગ્રાઉન્ડમાં ‘વેલકમ નવરાત્રિ-2026’ અંતર્ગત ભવ્ય આયોજન; પાંચ વર્ષથી પરંપરા જાળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment