Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાયન્સ સસ્પે:જામનગરવાસીઓએ છેલ્લા 5 વર્ષમાં 1,758 ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવ્યા

    18 hours ago

    રાજયના અન્ય મહાનગરોની જેમ જામનગરમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશી ટુર સાથે નોકરી-ધંધા કે અભ્યાસઅર્થે જતા વર્ગમાં જોવા મળી રહયો છે. જે સાથે આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનો વ્યાપ પણ હવે વધતો જોવા મળી રહયો છે. જામનગરમાં છેલ્લા પાંચ વર્ષમાં 1,758 લોકોએ ઇન્ટરનેશનલ પરમીટ(લાયસન્સ) કઢાવ્યા હોવાનુ સામે આવ્યુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વના લગભગ અડધાથી પણ વધુ દેશોમાં આ ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ(લાયસન્સ) એટલે કે આઇડીપી માન્ય રહે છે. જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વાહન વ્યવહાર અને ડ્રાઇવિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ આંકડા સામે આવ્યા છે. ખાસ કરીને વિદેશ અભ્યાસ, નોકરી કે પ્રવાસ અર્થે જતા નાગરિકોની સંખ્યા વધી રહી છે, જેનો ચિતાર ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ (IDP)ના આંકડા પરથી સ્પષ્ટ થાય છે. જામનગર આરટીઓ કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કુલ 1,758 લોકોને ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.બીજી તરફ, જિલ્લામાં સ્થાનિક સ્તરે વાહન ચાલકોની સંખ્યામાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. પાંચ વર્ષના સમયગાળા દરમિયાન જામનગરમાં 41,253 નવા ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે શહેરમાં નવા વાહનચાલકોની સંખ્યા સતત વધી રહી છે. જોકે, વાહનચાલકોની વધતી સંખ્યા વચ્ચે ટ્રાફિક નિયમોના પાલન અંગે આરટીઓ પણ તંત્ર વધુ કડક બન્યું છે.જુદા જુદા ટ્રાફિક નિયમોના ભંગ મામલે લાયસન્સ સસ્પેન્ડ કરવાની કડક કાર્યવાહી સમયાંતરે કરવામાં આવે છે. જેમાં ખાસ કરી ગંભીર બેદરકારી મામલે સસ્પેન્શનના પગલા લેવામાં આવતા હોય છે. જામનગર આરટીઓ દ્વારા કુલ 285 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જે કડક કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત રહેશે એમ આરટીઓ સુત્રોએ જણાવ્યુ હતુ. વિશ્વના 140થી વધુ દેશોમાં ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમીટ માન્ય, દરવર્ષે કરાવવી પડે છે રિન્યુઅલ પ્રક્રિયા ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ કોઇપણ વિદેશમાં પ્રવાસ, ઉચ્ચ અભ્યાસ કે બિઝનેસ ટ્રિપ અર્થે જતા ભારતીય નાગરિકો, જેમની પાસે માન્ય ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ હોય.તે 1949ની જિનીવા કન્વેન્શન કરાર હેઠળ આવતા યુએસએ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુએઇ અને તમામ યુરોપિયન દેશો સહિત વિશ્વના 140થી વધુ દેશોમાં IDP માન્ય રહે છે. લાયન્સ સસ્પેન્ડ | ફેટલ, ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ વગેરે મામલે કાર્યવાહી આરટીઓ તંત્ર દ્વારા ખાસ કરી ફેટલ અકસ્માતો, ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ,અતિ રફ ડ્રાઇવિંગ, વારંવાર નિયમ ભંગ તથા અન્ય ગંભીર ટ્રાફિક ભંગના મામલે આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.જે સસ્પેન્શન સમય દરમિયાન ડ્રાઇવિંગ અમાન્ય રહે છે.જે મુદદે કાયદાકીય કાર્યવાહી થઇ શકે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં ભાજપના ‘નમો રાસોત્સવ’માં સાંસદ રાજેશ ચુડાસમા ગરબે ઘૂમ્યા:વેરાવળના KCC ગ્રાઉન્ડમાં ‘વેલકમ નવરાત્રિ-2026’ અંતર્ગત ભવ્ય આયોજન; પાંચ વર્ષથી પરંપરા જાળવી
    Next Article
    ફરિયાદ નોંધાઈ:મોટા સમઢિયાળા ખાતે લગ્નજીવનના સમાધાન કરાવવા મુદ્દે યુવક પર હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment