Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:મોટા સમઢિયાળા ખાતે લગ્નજીવનના સમાધાન કરાવવા મુદ્દે યુવક પર હુમલો

    19 hours ago

    ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા (ઓઢાબાપુનું) ગામે યુવતીના લગ્નજીવનના વિવાદમાં સમાધાન કરાવવાની બાબતને લઈને એક શ્રમજીવી પર ત્રણ શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત ત્રણેય શખ્સોએ મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. ખાંભાના મોટા સમઢીયાળા ગામના અશ્વિનભાઈ ટપુભાઈ મકવાણા (ઉં.વ.58 શ્રીકાંતના ભાણેજ મયુરનાં લગ્નજીવનમાં વિવાદ થતાં તેની પત્ની રિસામણે જતી રહી હતી. આ મામલે અશ્વિનભાઈએ અગાઉ ત્રણ વખત સમજાવટ કરીને યુવતીને પરત સાસરે મોકલી હતી. જોકે, યુવતી હવે સાસરે જવા તૈયાર ન હોવાથી સમાધાનની બાબતે અશ્વિનભાઈને અવારનવાર ફોન કરીને ઉગ્ર વાતચીત કરવામાં આવતી હોય ત્યારે ગઇ કાલે બપોરે આશરે 1:30 વાગ્યે મોટા સમઢીયાળા ગામે ભંડારા પ્રસંગ દરમિયાન શ્રીકાંત ત્યાં આવ્યો હતો. તેણે અશ્વિનભાઈને સુરત બોલાવવાની વાત અંગે પૂછપરછ કરતા યુવતીના માતા-પિતા સુરત રહેતા હોવાથી તેમની સાથે ત્યાં વાત કરવા જણાવ્યું હતું. શ્રીકાંતે સ્થળ પર જ વાતનો નિકાલ કરવાની જીદ કરતાં શ્રમિકે મહેમાનો જતા રહે ત્યારબાદ વાત કરવાની અને યુવતીના પિતા સાથે ચર્ચા કરવાની વાત કરતા આ બાબતે ઉશ્કેરાઈને શ્રીકાંત, મયુર અને બ્રિજેશે અશ્વિનભાઈને ઢીકાપાટુનો માર મારી, મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ખાંભા પોલીસે શ્રીકાંત જીવાભાઇ કાંબલીયા, મયુર જગદીશભાઇ જોગીયાણી અને બ્રિજેશ જગદીશભાઇ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.
    Click here to Read More
    Previous Article
    લાયન્સ સસ્પે:જામનગરવાસીઓએ છેલ્લા 5 વર્ષમાં 1,758 ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવ્યા
    Next Article
    ખેતરમાં પાણીનું નાકું વાળવા જતાં ચાલુ વીજવાયરને કારણે બની ઘટના‎:સાવરકુંડલાના ડેડકડી ગામે વીજ કરંટ લાગતાં 24 વર્ષીય યુવકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment