Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિતાભ બચ્ચનને છોટાઉદેપુરની પીઠોરા પેઇન્ટિંગ ભેટ મળી:કલેક્ટર ગાર્ગી જૈને KBC સ્ટુડિયોમાં આપ્યું ચિત્ર, પીઠોરા કલાને ગણાવી ‘Divine Colors of Chhotaudepur’

    9 hours ago

    છોટાઉદેપુર જિલ્લાની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાગત પીઠોરા કલાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. ગત 7 ઓક્ટોબરે મુંબઈ સ્થિત ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ના સ્ટુડિયોમાં છોટાઉદેપુરનાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટર ગાર્ગી જૈને અમિતાભ બચ્ચનને પીઠોરા દેવનું સુંદર ચિત્ર ભેટમાં આપ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુરની પરંપરાગત આદિવાસી કલા અને સંસ્કૃતિની વિશેષતાઓ અંગે પણ ચર્ચા થઈ હતી. પીઠોરા કલા આદિવાસી સમાજની શ્રદ્ધા સાથે જોડાયેલી અમિતાભ બચ્ચને પીઠોરા કલા વિશે જાણવાની ઉત્સુકતા દર્શાવી હતી. ત્યારે કલેક્ટર ગાર્ગી જૈને તેમને સમજાવ્યું હતું કે પીઠોરા આદિવાસી સમાજના આરાધ્ય દેવ છે અને આ કલા માત્ર ચિત્રકામ પૂરતી મર્યાદિત નથી. તે આદિવાસી સમુદાયની શ્રદ્ધા, જીવનશૈલી, ધાર્મિક માન્યતાઓ અને વર્ષો જૂની પરંપરાનું પ્રતીક છે. છોટાઉદેપુર જિલ્લામાં પીઠોરા કલાનું વિશેષ સાંસ્કૃતિક મહત્ત્વ છે. આ પરંપરાગત કલા દ્વારા આદિવાસી સમાજની માન્યતાઓ અને સાંસ્કૃતિક વારસાની અભિવ્યક્તિ થાય છે. આથી પીઠોરા ચિત્રને અમિતાભ બચ્ચન સુધી પહોંચાડવાની પહેલ જિલ્લાની સ્થાનિક કલાને વ્યાપક ઓળખ અપાવવામાં મહત્ત્વપૂર્ણ બની છે. પદ્મશ્રી પરેશ રાઠવાના ચિત્રથી અમિતાભ બચ્ચન પ્રભાવિત આ મુલાકાત દરમિયાન અમિતાભ બચ્ચનને આપવામાં આવેલું પીઠોરા ચિત્ર પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પરેશ રાઠવા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. ચિત્રની વિશિષ્ટ શૈલી અને તેમાં દર્શાવાયેલી પરંપરાગત કલાથી અમિતાભ બચ્ચન પ્રભાવિત થયા હતા. તેમણે આ કલાનાં વખાણ કરતાં તેને ‘Divine Colors of Chhotaudepur’ એટલે કે ‘છોટાઉદેપુરના દિવ્ય રંગો’ તરીકે ઓળખાવી હતી. અમિતાભ બચ્ચન જેવા જાણીતા વ્યક્તિત્વ દ્વારા પીઠોરા કલાની પ્રશંસા થવાથી આદિવાસી કલાકારોની સર્જનાત્મકતા અને પરંપરાગત કળાને વ્યાપક સ્તરે રજૂ કરવાની તક મળી છે. છોટાઉદેપુરની આદિવાસી કલાને મળી નવી ઓળખ છોટાઉદેપુરની પીઠોરા કલાને દેશભરમાં ઓળખ અપાવવાના દૃષ્ટિકોણથી આ મુલાકાત મહત્ત્વપૂર્ણ બની છે. આદિવાસી સમાજની પરંપરા સાથે જોડાયેલી આ કલા હવે મોટા મંચ પર રજૂ થવાથી સ્થાનિક સાંસ્કૃતિક વારસાને નવી ઓળખ મળી છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા પીઠોરા ચિત્ર ભેટ આપવાની પહેલથી છોટાઉદેપુરની આદિવાસી સંસ્કૃતિ, સ્થાનિક કલાકારો અને પરંપરાગત ચિત્રકળા તરફ લોકોનું ધ્યાન આકર્ષાયું છે. આ મુલાકાતથી પીઠોરા કલાના સંરક્ષણ, પ્રચાર અને નવી પેઢી સુધી તેના વારસાને પહોંચાડવાના પ્રયાસોને પણ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    જગતપુર- ગોતા રોડ પર 'ફળિયું' ગરબાનો પ્લોટ સીલ:મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પ્લોટમાં 4 દિવસ પૈસા ભર્યાં વિના ગરબા ચલાવ્યા
    Next Article
    અમરેલીમાં રાજ્યકક્ષાની 70મી શાળાકીય કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ:અંડર-14, અંડર-17 અને અંડર-19 વયજૂથની ખેલાડીઓ કબડ્ડીમાં કૌશલ્ય બતાવશે, મંત્રી કૌશિક વેકરીયાએ 34 જિલ્લાની ખેલાડી બહેનોનો ઉત્સાહ વધાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment