Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં રાજ્યકક્ષાની 70મી શાળાકીય કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ:અંડર-14, અંડર-17 અને અંડર-19 વયજૂથની ખેલાડીઓ કબડ્ડીમાં કૌશલ્ય બતાવશે, મંત્રી કૌશિક વેકરીયાએ 34 જિલ્લાની ખેલાડી બહેનોનો ઉત્સાહ વધાર્યો

    8 hours ago

    અમરેલીના લાલાવદર સ્થિત જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલ ખાતે રાજ્યકક્ષાની 70મી અખિલ ભારતીય શાળાકીય રમતોની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની પ્રેરણાથી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અમરેલી દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતોત્સવમાં રાજ્યના કાયદા અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડી બહેનો સાથે વાર્તાલાપ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. 34 જિલ્લાની ટીમો વચ્ચે કબડ્ડીની સ્પર્ધા આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગુજરાતના અલગ-અલગ 34 જિલ્લાઓની ટીમો ભાગ લઈ રહી છે. વિવિધ જિલ્લાઓની ખેલાડી બહેનો કબડ્ડીના મેદાનમાં પોતાની રમતની કુશળતા, ચપળતા અને ટીમવર્કનું પ્રદર્શન કરશે. સ્પર્ધામાં અંડર-14, અંડર-17 અને અંડર-19 એમ ત્રણ વયજૂથની કેટેગરી રાખવામાં આવી છે. આ આયોજનથી શાળાકીય સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવા સાથે પ્રતિભાશાળી ખેલાડીઓને પોતાની ક્ષમતા સાબિત કરવાની તક મળશે. રમતગમતથી શિસ્ત, નેતૃત્વ અને ખેલદિલીની ભાવનાનો વિકાસ રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ખેલાડીઓમાં નેતૃત્વ, શિસ્ત અને ખેલદિલીની ભાવના પણ વિકસાવે છે. રાજ્ય સરકાર ખેલાડીઓને આધુનિક સુવિધાઓ અને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે કટિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની દીકરીઓ રમતગમતના ક્ષેત્રમાં આગળ વધીને રાજ્ય અને દેશનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરી રહી છે. આવી સ્પર્ધાઓ દીકરીઓને પોતાની પ્રતિભા દર્શાવવા અને રમતગમતમાં કારકિર્દી ઘડવા માટે પ્રેરણા પૂરી પાડે છે. 14થી 20 ઓક્ટોબર સુધી સાત દિવસ ચાલશે સ્પર્ધા લાલાવદર સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાનારી આ સ્પર્ધા 14 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર, 2026 સુધી ચાલશે. સાત દિવસીય આ આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને સ્પોર્ટ્સ સંકુલની ટીમ દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સ્પર્ધામાં ભાગ લેનારી ખેલાડીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા ઉપરાંત મેદાન પર તબીબી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખેલાડીઓને સ્પર્ધા દરમિયાન કોઈ અગવડ ન પડે અને તેઓ રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે આયોજનકર્તાઓ દ્વારા જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. વિવિધ હોદ્દેદારોની ઉપસ્થિતિ રાજ્યમંત્રી કૌશિક વેકરીયાની સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત દરમિયાન અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા, જિલ્લા રમત વિકાસ અધિકારી પૂનમબેન ફૂમકીયા સહિતના હોદ્દેદારો અને સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધા દ્વારા શાળાકીય સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવા અને દીકરીઓને રમતના ક્ષેત્રમાં આગળ વધવાની તક પૂરી પાડવાના પ્રયાસોને વેગ મળવાની અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    અમિતાભ બચ્ચનને છોટાઉદેપુરની પીઠોરા પેઇન્ટિંગ ભેટ મળી:કલેક્ટર ગાર્ગી જૈને KBC સ્ટુડિયોમાં આપ્યું ચિત્ર, પીઠોરા કલાને ગણાવી ‘Divine Colors of Chhotaudepur’
    Next Article
    Surendranagar Crime News | સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનનનો પર્દાફાશ | Illegal Mining | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment