Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ મહિલા મોરચાનો વિરોધ, રાજીવ ગાંધી ભવન પોલીસ છાવણીમાં ફેરવાયું:ચારે બાજી બેરિકેડિંગ કરાયું; JNUના પ્રોફેસર અને કોંગ્રેસ સાંસદે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કર્યાનો આક્ષેપ

    10 hours ago

    અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણાં યોજવામાં આવનારાં હોવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોંગ્રેસના સાંસદ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઈજાન સામે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના આરોપોને લઈને ભાજપ મહિલા મોરચાએ વિરોધ નોંધાવવાની જાહેરાત કરી છે. ભાજપ મહિલા મોરચાની ડીજે સાથે વિરોધની તૈયારી ભાજપ મહિલા મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ અંજુબેન વેકરિયાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ રાજીવ ગાંધી ભવનની બહાર ધરણાં યોજશે. ભાજપ મહિલા મોરચા દ્વારા આક્ષેપોના મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે આક્રોશ વ્યક્ત કરવાની સાથે કોંગ્રેસના નેતૃત્વની જવાબદારી નક્કી કરવાની માગ કરવામાં આવશે. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા મોરચાનાં આગેવાનો અને કાર્યકર્તાઓ ડીજે તથા સાઉન્ડ સિસ્ટમ સાથે વિરોધ નોંધાવશે. પ્રદર્શન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવે તો ઘર્ષણની સ્થિતિ સર્જાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 600 પોલીસકર્મીઓનો બંદોબસ્ત, ત્રણ સ્તરે બેરિકેડિંગ ઝોન-7 DCP શિવમ વર્માએ જણાવ્યું કે, ભાજપના મહિલા મોરચાના વિરોધ પ્રદર્શનને લઈ એક DCP, બે ACP, છ PI સહિત 600થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે. ભાજપ મહિલા મોરચાના કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ત્રણ સ્તરે બેરિકેડિંગ ગોઠવવામાં આવ્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં બધું પૂર્ણ થઈ જાય તેવી વ્યવસ્થા કરાઈ છે. વિરોધ પ્રદર્શન માટે પોલીસ પરવાનગી લેવામાં આવી છે. જે પણ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે, તેની પૂરી તૈયારી છે જે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કોચ ગંભીરે કહ્યું- બોલરોની કારકિર્દી દાવ પર:ફ્લેટ પીચ પર બેટ-બોલમાં સમતોલ હોવું જરૂરી; 249 રન બનાવ્યા છતાં T20માં હાર્યું ભારત
    Next Article
    જામનગરમાં થારની ટક્કરે i20 બસ સાથે અથડાઈ, એક યુવાનનું મોત:ત્રણ ઇજાગ્રસ્ત, પોલીસ અકસ્માત કે કાવતરાની તપાસ કરી રહી છે.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment