Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં થારની ટક્કરે i20 બસ સાથે અથડાઈ, એક યુવાનનું મોત:ત્રણ ઇજાગ્રસ્ત, પોલીસ અકસ્માત કે કાવતરાની તપાસ કરી રહી છે.

    8 hours ago

    જામનગર શહેરના નૂરી ચોકડી પાસે ઇદ્રસપીરની દરગાહ નજીક મોડી રાત્રે એક અકસ્માત થયો હતો. આ ઘટનામાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, એક કાળા રંગની થાર ગાડીએ i20 કારને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર વાગતા i20 કાર એક ખાનગી કંપનીની બસ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં i20 કારમાં સવાર અફઝલ રહીમભાઇ ચાવડા નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્ત થયેલા ત્રણ યુવાનોને તાત્કાલિક સારવાર માટે સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘટનાની જાણ થતા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.ડોડીયા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ આ બનાવ અકસ્માત છે કે કોઈ કાવતરું, તે દિશામાં તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજની પણ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ મહિલા મોરચાનો વિરોધ, રાજીવ ગાંધી ભવન પોલીસ છાવણીમાં ફેરવાયું:ચારે બાજી બેરિકેડિંગ કરાયું; JNUના પ્રોફેસર અને કોંગ્રેસ સાંસદે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કર્યાનો આક્ષેપ
    Next Article
    સુરેન્દ્રનગરમાં 8 જગ્યાએ કોમર્શિયલ નવરાત્રિનું આયોજન:તંત્રએ આયોજકો માટે સુરક્ષા અને વ્યવસ્થાના કડક નિયમો જાહેર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment