Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોચ ગંભીરે કહ્યું- બોલરોની કારકિર્દી દાવ પર:ફ્લેટ પીચ પર બેટ-બોલમાં સમતોલ હોવું જરૂરી; 249 રન બનાવ્યા છતાં T20માં હાર્યું ભારત

    7 hours ago

    ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરએ વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી T20માં હાર બાદ સપાટ પીચ પર બોલરોની મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે બેટ અને બોલ વચ્ચે સમતોલ મુકાબલો જરૂરી છે, કારણ કે બોલરોની કારકિર્દી પણ દાવ પર છે. ગંભીરે ઝડપી બોલર મયંક યાદવને પોતાની ઝડપ પર વિશ્વાસ રાખવાની સલાહ પણ આપી. ગંભીર આ પહેલાં પણ સપાટ પીચ પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. ગયા મહિને ગુવાહાટીમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડેમાં ભારતે 406 રનનો ટાર્ગેટ કર્યો હતો. ત્યારે ગંભીરે કહ્યું હતું, “આ ક્રિકેટ નહોતું, માત્ર બેટિંગ હતી.” ભારત 249 રન બનાવીને પણ હાર્યું રાંચીમાં ભારતે 5 વિકેટે 249 રન બનાવ્યા હતા. તેમ છતાં વેસ્ટ ઇન્ડીઝે કેપ્ટન શાઈ હોપની અણનમ સદી અને શેરફેન રધરફોર્ડના 84 રનની મદદથી 9 બોલ બાકી રહેતાં 6 વિકેટે જીત મેળવી. આ જીત સાથે 5 મેચની સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. ગંભીર બોલ્યા- બોલરો પણ આપણા જ છે ગંભીરે કહ્યું કે દરેક વ્યક્તિ તમામ ચોગ્ગા-છગ્ગા જોવા માગે છે, પરંતુ બોલ અને બેટ વચ્ચેનું સંતુલન પણ જરૂરી છે. તેમણે કહ્યું, ‘જો તમે માત્ર ચોગ્ગા-છગ્ગા જોવા માંગતા હો, તો અમે પણ તે જ જોવા માંગીએ છીએ. પરંતુ જો તમે બેટ અને બોલ વચ્ચેની બરાબરીની ટક્કર ઇચ્છતા હો, તો અમે પણ એ જ ઇચ્છીએ છીએ. બોલર પણ આપણા જ છે, તેમની કારકિર્દી પણ દાવ પર લાગેલી છે. તેઓ પણ મહેનત કરીને આ ડ્રેસિંગ રૂમ સુધી પહોંચ્યા છે.’ ગંભીરે કહ્યું- 250 રન બનાવ્યા બાદ પણ ટાર્ગેટને ડિફેન્ડ કરી શક્યા નહીં ગંભીરે કહ્યું કે ભારત વર્લ્ડ ચેમ્પિયન ટીમ છે અને સતત સુધારો કરવા માગે છે. સપાટ પીચ અને ઝાકળમાં બોલિંગ કરવી મુશ્કેલ હતી, પરંતુ ટીમે મોટા સ્કોરનો ડિફેન્ડ કરવાનો માર્ગ શોધવો પડશે. પ્રથમ ઓવરમાં 2 વિકેટ અને પાવરપ્લેમાં 3 વિકેટ લેવા છતાં ભારત 250 રનનો ટાર્ગેટને ડિફેન્ડ કરી શક્યું નહીં. ગંભીરએ વેસ્ટ ઇન્ડિઝની બેટિંગના વખાણ કરતાં કહ્યું કે ટીમ જીતની હકદાર હતી. મયંકને કહ્યું- 150ની ઝડપ છે તો ઝડપી બોલિંગ કરો લખનઉમાં અગાઉની મેચમાં મોંઘા સાબિત થયેલા મયંક યાદવે રાંચીમાં પાવરપ્લે દરમિયાન 3 વિકેટ લઈને વાપસી કરી. તેના પ્રદર્શન પર ગંભીરે કહ્યું, ‘તે ઝડપી બોલર છે અને તેણે ઝડપી બોલિંગ કરવી જોઈએ. તે ધીમો બોલર નથી. જો તમે 150 કિમી/કલાકની ઝડપે બોલિંગ કરી શકો છો, તો એ જ ઝડપે બોલ નાખો. ઝડપી બોલર તરીકે ઝડપી બોલિંગ કરવી તમારી જવાબદારી છે. મયંકે પણ એવું જ કર્યું અને તેથી તેને સફળતા મળી.’ મયંકે પ્રથમ ઓવરમાં સતત બોલ પર કામિલ પૂરન અને શિમરોન હેટમાયરને આઉટ કર્યા. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં તેણે રોવમેન પોવેલની વિકેટ પણ લીધી. જોકે, ત્યારબાદ શાઈ હોપ અને શેરફેન રધરફોર્ડની ભાગીદારીએ ભારતની શરૂઆતની લીડ ખતમ કરી દીધી. શ્રેયસ બોલ્યો- ઝાકળમાં બોલિંગ કરવી મુશ્કેલ હતી ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે હાર બાદ કહ્યું કે ઝાકળને કારણે બોલરો માટે 249 રનનો સ્કોર બચાવવો મુશ્કેલ બની ગયો હતો. તેણે જણાવ્યું કે પીચ પર ભૂલની શક્યતા ખૂબ ઓછી હતી. લેન્થમાં નજીવી ભૂલ થાય તો પણ બોલ સીધો સ્ટેન્ડમાં જઈ રહ્યો હતો. શ્રેયસે વેસ્ટ ઇન્ડીઝના બેટર્સની પ્રશંસા કરતાં કહ્યું કે તેમણે શાનદાર બેટિંગ કરી. હોપની સદી અને રધરફોર્ડના 84 રનથી વેસ્ટ ઇન્ડીઝની જીત ભારતે પ્રથમ બેટિંગ કરતાં 5 વિકેટે 249 રન બનાવ્યા. સંજુ સેમસને 84, ઈશાન કિશને 43, શ્રેયસ અય્યરે 40 અને તિલક વર્માએ અણનમ 44 રન બનાવ્યા. 250 રનના ટાર્ગેટને ચેઝ કરતાં વેસ્ટ ઇન્ડીઝે પહેલી ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ શાઈ હોપ અને રોવમેન પોવેલે ઇનિંગ્સ સંભાળી. હોપ અને શેરફેન રધરફોર્ડે ચોથી વિકેટ માટે 120 રન જોડ્યા. હોપે 45 બોલમાં અણનમ 102 અને રધરફોર્ડે 37 બોલમાં 84 રન બનાવ્યા. રોમારિયો શેફર્ડ 34 રન બનાવીને અણનમ રહ્યો. હોપને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. તેણે કહ્યું કે ભાગીદારી બન્યા બાદ ટીમને ટાર્ગેટ ચેઝ કરવાનો વિશ્વાસ મળ્યો.
    Click here to Read More
    Previous Article
    Abhijeet Dipke Detained: विमान के अंदर ही अभिजीत दीपके को हिरासत में ली पुलिस!।Ashutosh Ranka।Saurav
    Next Article
    ભાજપ મહિલા મોરચાનો વિરોધ, રાજીવ ગાંધી ભવન પોલીસ છાવણીમાં ફેરવાયું:ચારે બાજી બેરિકેડિંગ કરાયું; JNUના પ્રોફેસર અને કોંગ્રેસ સાંસદે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કર્યાનો આક્ષેપ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment