Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરી એકવાર JETની કામગીરી શરૂ થશે:અમદાવાદમાં ટ્રાફિક અને દબાણો દૂર કરવા મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ થશે

    2 days ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને દબાણો દૂર કરવા મુદ્દે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે 4 એપ્રિલથી વિશેષ સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવશે. આ માટે ખાસ Joint Enforcement Team (JET)ની રચના કરવામાં આવી છે, જેમાં એસ્ટેટ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં સંયુક્ત ડ્રાઇવ ચલાવીને ટ્રાફિક નિયમોના પાલન સાથે માર્ગો પરના દબાણો દૂર કરવા માટે કામગીરી કરશે. દરરોજ બે શિફ્ટમાં સવારે અને સાંજે કામગીરી કરાશે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં શિસ્તબદ્ધ વર્તન પ્રોત્સાહિત કરવો, જાહેર માર્ગોને સ્વચ્છ અને દબાણમુક્ત રાખવા અને ગેરરીતિઓને અટકાવવાનો છે. આ અભિયાન દરમિયાન રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ, રસ્તા પર થતી અડચણો, અયોગ્ય રીતે મૂકાયેલા પોસ્ટર-બેનર અને અન્ય પ્રકારના દબાણો દૂર કરવામાં આવશે. સાથે-સાથે, નાગરિકોને માર્ગો સ્વચ્છ રાખવા અને નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ કામગીરી દરરોજ બે શિફ્ટમાં સવારે અને સાંજ દરમિયાન યોજાશે. બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવશે શહેરના વિવિધ ઝોનમાં જરૂરી વાહનો અને સાધનો જેવી કે દબાણો દૂર કરવા માટેની ગાડીઓ, ટોઇંગ વાહનો, દબાણ ગાડીઓ અને SBM સપોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઉપરાંત, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે કામગીરી દરમિયાન બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવશે. અમદાવાદના પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય ઝોનમાં પસંદ કરાયેલા મુખ્ય માર્ગો પર આ સંયુક્ત ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. નાગરિકોને આ માર્ગો પર પાર્કિંગ અને અન્ય સુવિધાઓ અંગે પૂરતી માહિતી આપવામાં આવશે. જેથી, તેઓ નિયમોનું પાલન સરળતાથી કરી શકે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના ચકચારી દલિત યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ:હમીર જોગરાણા અને મૃતક ભાવેશ એક યુવતીના સંપર્કમાં હતા જેના કારણે વારંવાર બોલાચાલી થતી, રૂ.5 લાખની માંગણી કરતા માથાકૂટ થઇ'તી
    Next Article
    કારચાલકની બેદરકારીએ 7 વર્ષીય માસૂમનો જીવ લીધો:રોડ ક્રોસ કરતા 'કિસ્મત'ને પૂરપાટ ઝડપે આવતી કારે ઉડાવ્યો, ડોક્ટરે મૃત જાહેર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment