Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઇકોર્ટે વિદ્યાર્થીની અરજી નકારી:JEE મેઇન્સમાં જનરલ કેટેગરીમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ JEE એડવાન્સમાં EWS કેટેગરીમાં બેસવા માંગ કરી

    2 days ago

    ગુજરાત હાઈકોર્ટે JEE મેઈન્સમાં જનરલ કેટેગરીના ઉમેદવાર તરીકે હાજર રહ્યા પરંતુ JEE એડવાન્સ માટે આર્થિક રીતે નબળા વર્ગ- EWS ક્વોટામાં જેમની ઉમેદવારી સ્વીકારવામાં આવી ન હતી એવા એક વિદ્યાર્થી દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે. અરજીને ફગાવી દેતાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે, JEE મેઇન્સમાં સામાન્ય ઉમેદવાર તરીકે અરજી કરનાર અને સફળ જાહેર થયેલા ઉમેદવારને ત્યારબાદ તેમની કેટેગરી બદલીને GEN-EWS કરવાની મંજૂરી આપી શકાય નહીં. JEE એડવાન્સમાં GEN-EWS કેટેગરીમાં અરજી કરવા દેવામાં આવી ન હતી આ કેસ અમદાવાદના એક વિદ્યાર્થીનો હતો, જેણે રજૂઆત કરી હતી કે તેમણે સામાન્ય કેટેગરીમાં JEE મેઇન્સ માટે અરજી કરી હતી અને 99.5987 NTA સ્કોર મેળવ્યો હતો, જેના કારણે તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવવા માટે JEE એડવાન્સમાં બેસવા પાત્ર બન્યા હતા. JEE મેઇન્સ પાસ કર્યા પછી તેમણે પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે 6 એપ્રિલના રોજ સત્તાવાળાઓ પાસેથી EWS પ્રમાણપત્ર મેળવ્યું હતું. જ્યારે તેમણે 23 એપ્રિલે JEE એડવાન્સ માટે અરજી કરી ત્યારે તેમને GEN-EWS કેટેગરીમાં અરજી કરવા દેવામાં આવી ન હતી. EWS સ્ટેટસ વિદ્યાર્થીને સ્કોલરશિપ મેળવવામાં મદદ કરશે આથી વિદ્યાર્થીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જ્યાં તેના વકીલે રજૂઆત કરી હતી કે વિદ્યાર્થી ટેક્નિકલ ખામીને કારણે EWS કેટેગરીમાં અરજી કરી શક્યો ન હતો અને તેણે હાઈકોર્ટને IIT-રૂડકીને ક્વોટામાં અરજી કરવાની મંજૂરી આપવા માટે નિર્દેશ આપવા વિનંતી કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, EWS સ્ટેટસ વિદ્યાર્થીને સ્કોલરશિપ મેળવવામાં મદદ કરશે, અન્યથા તેના પરિવારને તેના શિક્ષણ માટે પૈસાની વ્યવસ્થા કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કોઈ ચોક્કસ દલીલો કે પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી આ કેસની સુનાવણી બાદ હાઇકોર્ટે એવું જણાવ્યું છે કે, શરૂઆતમાં અરજદારે JEE મેઇન્સ હેઠળ જનરલ કેટેગરીના ઉમેદવાર તરીકે અરજી કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. એવું ન બની શકે કે, JEE મેઇન્સ માટેની અરજી પછી અરજદારને આર્થિક ફટકો અથવા એવા પરિણામો ભોગવવા પડ્યા હોય અને તેથી તેઓ GEN-EWS કેટેગરી હેઠળ વર્ગીકૃત ઉમેદવારમાં પરિવર્તિત થઈ ગયા હોય. આ સંદર્ભમાં અરજદાર દ્વારા કોઈ ચોક્કસ દલીલો કે પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, આવા ઉમેદવારને તેમની કેટેગરી સામાન્યમાંથી EWSમાં બદલવાની મંજૂરી આપી શકાય નહીં. કોર્ટે કહ્યું હતું કે અરજદાર દ્વારા જેને ટેકનિકલ ખામી તરીકે દર્શાવવામાં આવી રહી છે, તે વાસ્તવમાં સામાન્યમાંથી GEN-EWS કેટેગરીમાં કેટેગરી બદલવાનો એક પ્રયાસ છે, જેની પરવાનગી આપી શકાય નહીં. આથી યોગ્ય ગુણવત્તાના અભાવે આ અરજી ફગાવી દેવાને પાત્ર છે અને તે મુજબ તેનો નિકાલ કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ઘાસચારાની આડમાં દારૂ ઝડપાયો:બોલેરો પીકઅપમાંથી 5.39 લાખનો દારૂ, ત્રણની ધરપકડ, પાંચ સામે ગુનો
    Next Article
    ભવનાથમાં સફાઈ કર્મચારીઓની હડતાલનો સુખદ અંત:​ડે.મેયરની મધ્યસ્થતાથી મામલો થાળે પડ્યો; વેતન અને પીએફના પ્રશ્ને ભવનાથમાં ત્રણ દિવસ પછી સફાઈ કામગીરી ફરી શરૂ થઈ, સફાઈ કર્મચારીએ કહ્યું અમારે 13,000 પગાર જોઈએ,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment