Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ઘાસચારાની આડમાં દારૂ ઝડપાયો:બોલેરો પીકઅપમાંથી 5.39 લાખનો દારૂ, ત્રણની ધરપકડ, પાંચ સામે ગુનો

    2 days ago

    હિંમતનગરના વીરપુર બાયપાસ રોડ પરથી ગ્રામ્ય પોલીસે લીલા ઘાસચારાની આડમાં લઈ જવાતો રૂ. 5.39 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે બોલેરો પીકઅપ ડાલામાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 10.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા ત્રણ અને ફરાર થયેલા બે સહિત કુલ પાંચ આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PI વી.એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, સર્વેલન્સ સ્ટાફ નાઈટ રાઉન્ડ દરમિયાન પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગમાં હતો. તે સમયે ચિરાગભાઈ અને કપિલકુમારને સંયુક્ત રીતે બાતમી મળી હતી. બાતમી મુજબ, એક સફેદ મહેન્દ્રા પીકઅપ ડાલુ (રજી. નંબર RJ-06-GE-3646) રાજસ્થાનથી ઇડર હાઇવે થઈ વીરપુર બાયપાસ થઈ રેલવે અંડરબ્રિજ તરફથી અમદાવાદ જઈ રહ્યું હતું, જેમાં વિદેશી દારૂ ભરેલો હતો. પોલીસે ITI સામેના રોડ પર વોચ ગોઠવી હતી. પીકઅપ ડાલાના ચાલકે વાહન ઊભું ન રાખતા પોલીસે પીછો કરીને તેને પકડી પાડ્યું હતું. પીકઅપ ડાલામાં ત્રણ ઈસમો મળી આવ્યા હતા. પંચો રૂબરૂ તપાસ કરતા, ડાલાના પાછળના ભાગે લીલા ઘાસચારાની આડશ કરીને નીચે તાડપત્રી ઢાંકી હતી. તેની નીચેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 38 પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ 1464 બોટલો હતી, જેની કિંમત રૂ. 5,39,448 થાય છે. પોલીસે પીકઅપ ડાલુ, મોબાઈલ, તાડપત્રી અને ઘાસચારો સહિત કુલ રૂ. 10,59,698 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પકડાયેલા ત્રણ અને ફરાર થયેલા બે સહિત કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં પુરણ જગદીશચંદ્ર કુંમાવત (ઉં.વ.27, રહે. માલોલા રોડ, ગાયત્રીનગર, ભીલવાડા, રાજસ્થાન), દુર્ગેશકુમાર કનૈયાલાલ માલી (ઉં.વ.27, રહે. માલી ખેડા, રાજપુરા, ભીલવાડા, રાજસ્થાન) અને દુર્ગેશ ભેરૂદાસ વૈષ્ણવ (ઉં.વ.23, રહે. માલી ખેડા, રાજપુરા, માંડલ, જિ. ભીલવાડા, રાજસ્થાન) નો સમાવેશ થાય છે. આ ગુનામાં ફરાર થયેલા આરોપીઓમાં રાજસ્થાનના મુરલી (માલ મોકલાવનાર) અને તરુણ (માલ મોકલાવનાર) નો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    SMC અને BOB વચ્ચે કર્મચારી હિતમાં કરાર:2 કરોડ સુધીનું મફત વીમા કવચ, આજીવન મફત ક્રેડિટ-ડેબિટ કાર્ડ સહિતની રાહતો આપતી યોજના જાહેર
    Next Article
    હાઇકોર્ટે વિદ્યાર્થીની અરજી નકારી:JEE મેઇન્સમાં જનરલ કેટેગરીમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ JEE એડવાન્સમાં EWS કેટેગરીમાં બેસવા માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment