Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    JEE મેઈન એક્ઝામ આપવા ડીજી લોકર એકાઉન્ટ ફરજિયાત:દેશમાં 12.23 લાખ પરીક્ષાર્થીઓ, પ્રથમ વખત લેટ ફીની સુવિધા - વેબસાઈટ પર અગાઉના પ્રશ્નપત્રો મૂકાયા

    6 hours ago

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ધોરણ 12 સાયન્સ બાદ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE મેઈન સેશન - 1 ની પરીક્ષા જાન્યુઆરી - 2027માં લેવામાં આવનાર છે ત્યારે આ પરીક્ષામાં આ વખતે 12 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જેમાં ડિજિલોકર એકાઉન્ટને આધાર કાર્ડ, અપાર આઈડી અથવા ડ્રાઈવિંગ લાયસન્સ સાથે કનેક્ટ કર્યું હોય તો જ ફોર્મ ભરી શકાય છે જ્યારે પ્રથમ વખત લેટ ફીની સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત અગાઉના વર્ષોના પ્રશ્નપત્રો પણ મુકાયા છે જેથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફાયદો થઈ શકે. રાજકોટની પ્રીમિયર સ્કૂલના સંચાલક નીરવ બદાણીએ જણાવ્યું હતું કે, JEE ના ફોર્મ છેલ્લા 20-22 દિવસથી ભરવાના શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 22 નવેમ્બર (રાત્રે 11:59 વાગ્યા સુધી) છે. જ્યારે ફી ભરીને રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા માટે એક દિવસ વધારાનો એટલે કે 23 નવેમ્બર (રાત્રે 11:59 વાગ્યા સુધી) આપવામાં આવ્યો છે. આ વખતે JEE માં પ્રથમ વખત લેટ ફીની વ્યવસ્થા દાખલ કરવામાં આવી છે.જે અંતર્ગત વિદ્યાર્થીઓ 26 નવેમ્બર સુધી વધારાની લેટ ફી સાથે ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરી શકશે. ડિજિલોકર સાથે કનેક્શન ફરજિયાત આ વર્ષે ફોર્મ ભરવાની પ્રક્રિયા અગાઉના વર્ષોની સરખામણીએ વધુ કડક બનાવવામાં આવી છે. જેથી કોઈ છેતરપિંડી કે ફ્રોડ ન થાય. JEE-2027ની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતા પહેલા પોતાના ડિજિલોકર (DigiLocker) એકાઉન્ટને આધાર કાર્ડ, અપાર (APAAR) આઈડી અથવા ડ્રાઈવિંગ લાયસન્સ સાથે કનેક્ટ કરવું પડશે. ડિજિલોકર સાથે જોડાયા બાદ જ NTAની સાઈટ પર આગળની ફોર્મ ભરવાની અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા થઈ શકશે. નોંધણી અને પરીક્ષાર્થીઓનો આંક દર વર્ષે અંદાજે 11 થી 11.50 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે ફોર્મ ભરે છે. આ વર્ષના ગઈકાલ સુધીના આંકડા મુજબ, આશરે 10.50 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી લગભગ 8.75 લાખ વિદ્યાર્થીઓએ ફી ભરીને પ્રક્રિયા પૂર્ણ કરી છે. હજુ 22 નવેમ્બર સુધીનો સમય બાકી હોવાથી આ વર્ષે પણ 11.50 થી 12 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવી શક્યતા છે. પરીક્ષાની પેટર્ન અને તૈયારી અંગે સૂચન JEE ની પરીક્ષાનું સ્તર (લેવલ) દિવસેને દિવસે અને વર્ષેને વર્ષે ઊંચું જઈ રહ્યું છે. CBT (કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ) મોડમાં લેવાતી આ પરીક્ષામાં અત્યાર સુધી પેપર લીક થવાનો કોઈ બનાવ બન્યો નથી. પરીક્ષા સાત દિવસમાં બે સેશનમાં લેવાય છે.એટલે કે જાન્યુઆરીમાં 14 સેશન અને એપ્રિલમાં 14 સેશન યોજાય છે.પ્રશ્નપત્રની ગુણવત્તા અને મુશ્કેલીનું સ્તર વધી રહ્યું હોવાથી વિદ્યાર્થીઓએ સખત મહેનત, યોગ્ય તૈયારી અને પૂરતો સમય આપવો જરૂરી છે. જેથી IIT, NIT કે IIIT જેવી સંસ્થાઓમાં યોગ્ય ઉમેદવારોને સ્થાન મળી શકે. આ વર્ષે NTA દ્વારા JEE ની સત્તાવાર વેબસાઈટ (jeemain.nta.nic.in)પર અગાઉના વર્ષોના પ્રશ્નપત્રો (PYQs) મૂકવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને વધુમાં વધુ પ્રેક્ટિસ કરવા અને આ પેપર્સ સોલ્વ કરવા માટે ખાસ આગ્રહ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનથી આવેલા 13 લોકોને CAA હેઠળ ભારતીય નાગરિકતા મળી:કલેક્ટર સ્વપ્નિલ ખરે, ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાના હસ્તે પ્રમાણપત્ર એનાયત, લોંગ ટર્મ વિઝા પર હતા
    Next Article
    અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા પાસે અકસ્માતમાં એકનું મોત:સુરતથી બુલેટ લઈને દીકરીને મળવા વડોદરા દીકરીના ઘરે જઈ રહેતા 67 વર્ષીય પિતાએ ટ્રકની અડફેટે જીવ ગુમાવ્યો, ઘટના CCTVમાં કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment