Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાનથી આવેલા 13 લોકોને CAA હેઠળ ભારતીય નાગરિકતા મળી:કલેક્ટર સ્વપ્નિલ ખરે, ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાના હસ્તે પ્રમાણપત્ર એનાયત, લોંગ ટર્મ વિઝા પર હતા

    6 hours ago

    નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ પાકિસ્તાનથી આવેલા 13 લોકોને મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા સહિતના મહાનુભાવોના હસ્તે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. અગાઉ પણ લોંગ ટર્મ વિઝા પર ભારતમાં આવીને વસવાટ કરતા ઘણા પાકિસ્તાની નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે. નાગરિકતા મળતાં આનંદિત ભારત સરકાર દ્વારા CAA અંતર્ગત 13 અરજદારોને ભારતીય નાગરિકતા મળતાં તેમના માટે આ ક્ષણ આનંદ અને ગૌરવની બની હતી. આ પ્રસંગે અરજદારોએ જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે તેમજ મોરબી જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. અધિકારીઓની ઉપસ્થિતિ અને અગાઉની કામગીરી 13 નાગરિકોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કરવાના કાર્યક્રમમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, અધિક કલેક્ટર સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મેયરની સરપ્રાઈઝ વિઝિટ:મનપાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી અરજદારને સીધો ફોન જોડી ફરિયાદ નિવારણની ખાતરી કરી
    Next Article
    JEE મેઈન એક્ઝામ આપવા ડીજી લોકર એકાઉન્ટ ફરજિયાત:દેશમાં 12.23 લાખ પરીક્ષાર્થીઓ, પ્રથમ વખત લેટ ફીની સુવિધા - વેબસાઈટ પર અગાઉના પ્રશ્નપત્રો મૂકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment