Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મેયરની સરપ્રાઈઝ વિઝિટ:મનપાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી અરજદારને સીધો ફોન જોડી ફરિયાદ નિવારણની ખાતરી કરી

    6 hours ago

    ગાંધીનગરમાં નાગરિક સુવિધાઓ વધુ સુદ્રઢ બને અને વહીવટી તંત્રની કામગીરીમાં પારદર્શિતા જળવાઈ રહે તે આશય સાથે મેયર રૂપસિંગ ઠાકોરે આજે મહાનગરપાલિકા (GMC) ખાતે કાર્યરત ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી. શહેરના વહીવટી સંચાલન અને વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવાના હેતુથી યોજાયેલી આ ઓચિંતી મુલાકાત દરમિયાન મેયરે સેન્ટર ખાતેથી કરવામાં આવતા શહેરભરના મોનિટરિંગની ઝીણવટભરી તપાસ કરી હતી. કાગળ પર ફરિયાદ ક્લોઝ થવાને બદલે વાસ્તવિક ઉકેલ ચકાસવા અપનાવ્યો અભિગમ ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નિરીક્ષણ દરમિયાન મેયર રૂપસિંગ ઠાકોરે હેલ્પલાઇન વિભાગની કામગીરીનું બારીકાઈથી અવલોકન કર્યું હતું. નાગરિકોની ફરિયાદો માત્ર કાગળ પર કે કોમ્પ્યુટર સિસ્ટમમાં જ ક્લોઝ ન થાય, પરંતુ તેનો વાસ્તવિક અને સંતોષકારક ઉકેલ આવે છે કે કેમ તેની ચકાસણી કરવા મેયરે એક અનોખો અભિગમ અપનાવ્યો હતો. તેમણે હેલ્પલાઇન પર નોંધાયેલી અને ઉકેલાયેલી ફરિયાદો પૈકી એક અરજદારને જાતે જ ટેલિફોનિક સંપર્ક કરીને સીધો સંવાદ સાધ્યો હતો. અરજદારે હકારાત્મક પ્રતિભાવ આપતા મેયરે કર્મચારીઓની કામગીરીને બિરદાવી મેયર સાથેની સીધી વાતચીત દરમિયાન અરજદારે પણ આશ્ચર્ય સાથે જણાવ્યું હતું કે, તેમની સમસ્યાનો તંત્ર દ્વારા યોગ્ય અને સંતોષકારક ઉકેલ લાવી દેવામાં આવ્યો છે. અરજદારના આ હકારાત્મક પ્રતિભાવ બાદ મેયરે સેન્ટરમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી, તેમજ કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા. સફાઈ, પાણી, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટની ફરિયાદોનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ જેવી કે સફાઈ, પાણી, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદોનો સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા મેયરે તંત્રને ખાસ તાકીદ કરી હતી. મેયરની આ સરપ્રાઈઝ મુલાકાત અને અરજદાર સાથેના સીધા સંવાદથી મહાનગરપાલિકાના કર્મચારીઓમાં પણ સતર્કતા વધી છે અને નાગરિકોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવવાનો સંદેશ વહીવટી તંત્રમાં વહેતો થયો છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ એર માર્શલે કહ્યું- 4 રાફેલ ગુમ થયાનો રિપોર્ટ ખોટો:બ્રિટિશ મેગેઝિને 36ની જગ્યાએ 32 ગણાવ્યા; પાકિસ્તાને તોડી પાડવાનો દાવો કર્યો હતો
    Next Article
    પાકિસ્તાનથી આવેલા 13 લોકોને CAA હેઠળ ભારતીય નાગરિકતા મળી:કલેક્ટર સ્વપ્નિલ ખરે, ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાના હસ્તે પ્રમાણપત્ર એનાયત, લોંગ ટર્મ વિઝા પર હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment