Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા પાસે અકસ્માતમાં એકનું મોત:સુરતથી બુલેટ લઈને દીકરીને મળવા વડોદરા દીકરીના ઘરે જઈ રહેતા 67 વર્ષીય પિતાએ ટ્રકની અડફેટે જીવ ગુમાવ્યો, ઘટના CCTVમાં કેદ

    6 hours ago

    વડોદરા શહેર નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે-48 પર ધનિયાવી ચોકડી પાસે ટ્રક અને બુલેટ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બુલેટ પર સવાર 67 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં કપુરાઈ પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રક ચાલકની અટકાયત કરી હતી. મૃતક રઘુભાઈ ગાંડાભાઈ ભરવાડ (ઉં.વ. 67) મૂળ ધંધુકાના વતની હતા, પરંતુ લાંબા સમયથી સુરત જિલ્લાના સાયણ ખાતે પરિવાર સાથે સ્થાયી થયા હતા. તેઓ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પરિવારમાં તેમને બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. રઘુભાઈ ભરવાડ સુરતના સાયણથી બુલેટ લઈને વડોદરા પોતાની દીકરીને મળવા માટે આવી રહ્યા હતા. તેમની દીકરીનાં લગ્ન વડોદરામાં થયાં હોવાથી તેઓ તેને મળવા માટે નીકળ્યા હતા. જોકે, ધનિયાવી ચોકડી પાસે પહોંચતાં ટ્રક અને તેમની બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બુલેટસવાર વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં એમ્બ્યુલન્સ અને કપુરાઈ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વૃદ્ધના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ, પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની અટકાયત કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી. સુરતથી દીકરીને મળવાની આશા સાથે વડોદરા આવી રહેલા પિતાનું રસ્તામાં જ અકસ્માતમાં મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. બે દીકરા અને ત્રણ દીકરીઓના પિતાના અચાનક થયેલા નિધનથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. દીકરીને મળવા માટે નીકળેલા પિતાની આ સફર અંતિમ સફર બની રહેતાં પરિવારજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    JEE મેઈન એક્ઝામ આપવા ડીજી લોકર એકાઉન્ટ ફરજિયાત:દેશમાં 12.23 લાખ પરીક્ષાર્થીઓ, પ્રથમ વખત લેટ ફીની સુવિધા - વેબસાઈટ પર અગાઉના પ્રશ્નપત્રો મૂકાયા
    Next Article
    FICCI के कार्यक्रम में भड़के प्रधानमंत्री, दोहराई राहुल गांधी की चेतावनी

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment