Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈમિગ્રેશન:J-1 કે H-1B વિઝા રિજેક્ટ થાય તો શું કરવું

    13 hours ago

    રમેશ રાવલ સવાલ: હું બિઝનેસ કરું છું, જેનું ટર્નઓવર વાર્ષિક 50 લાખનું છે અને મારા વાઇફનો બિઝનેસ છે, જેનું વાર્ષિક ટર્નઓવર એક કરોડ છે. મારો દીકરો અમદાવાદમાં જોબ કરે છે. તેનો સેલેરી મહીને 40 હજાર છે. અમારી ઘણી સ્થાવર મિલકતો પણ છે. મેં થાઇલેન્ડ બિઝનેસ ટ્રિપ કરેલી છે અને ફેમિલી સાથે દુબઇ પણ ફરવા અમે ગયાં હતાં. તો શું મને ફેમિલી સાથે અમેરિકાના વિઝિટર વિઝા મળવાની શક્યતા છે? - ચેતનભાઇ માનસેતા, ભાવનગર જવાબ: હા, તમારી તથા ફેમિલીની પ્રોફાઇલ જોતાં ઘણી શક્યતા છે, કારણ કે તમારી ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ ટાઈઝ અર્થાત્ આર્થિક સદ્ધરતા ઘણી સારી ભારતમાં છે, જે વિઝિટર વિઝા માટે ઇન્ટરવ્યૂમાં ખાસ જોવામાં આવે છે. આ ઉપરાંત આર્થિક સ્થિતિની સાથે ભારતમાં તમારા ફેમિલીના બીજા સભ્યો ભારતમાં રહેતા હોય, ભારતમાં તમારી સ્ટ્રોંગ ફેમિલી ટાઇઝ અર્થાત્ ભારતમાં તમારા કુટુંબના સભ્યો સાથેનું અતૂટ કૌટુંબિક બંધન પણ જોવાય છે. ઇન્ટરવ્યૂ પરફેક્ટ તૈયાર કરીને અને વિઝા ફોર્મ પણ પરફેક્ટ હોવું જોઈએ. તમે ઈમેલમાં જવાબ માગ્યો છે તે શક્ય નથી. સવાલ: હું પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કરું છું. મારી વાર્ષિક આવક બાર લાખ રૂપિયા છે. મારી પત્ની હાઉસમેકર છે. મારી પુત્રી રિટાયર્ડ છે અને Cerebral Palsy પેશન્ટ છે. મારે મારા આ ફેમિલી સાથે અમેરિકાના વિઝિટર વિઝામાં ફોર્મ, ડોક્યુમેન્ટ્સ, ઇન્ટરવ્યૂ વગેરે માટે ગાઇડન્સ જોઇએ છે. - હિતેશ દેસાઇ, અમદાવાદ જવાબ: આ કોલમમાં અગાઉ પણ પૂરી માહિતી આપેલી છે, તેમ છતાં વિઝા ફોર્મ D.S. 160, આવક તથા મિલકતની ડિટેઈલ્સ તેમાં જણાવી શકાય. તમારી આવક તથા તમે જણાવેલી મિલકતો જોતાં એપ્લાય કરવું જોઈએ. તમારી પુત્રીના પાસપોર્ટમાંથી ECR કઢાવી Emmigration Check NOT Required તેવો સુધારો કરાવવો જોઈએ. સવાલ: મને અમેરિકાના વિઝિટર વિઝા મળ્યા છે, પણ પાસપોર્ટમાં અને આધાર કાર્ડ વગેરેમાં મારું નામ અલગ અલગ છે. તો તે પ્રમાણે પાસપોર્ટમાં નામ બદલાવવું જોઇએ? - એક વાચક, સુરેન્દ્રનગર જવાબ: ના, પાસપોર્ટમાં નામ બદલાવવાની જરૂર નથી, કારણ કે વિઝા માટે માત્ર પાસપોર્ટ જોવાય છે, અન્ય ઓળખપત્રો નહીં. તેથી નામ જન્મ પ્રમાણપત્ર પ્રમાણે હોવું જોઈએ. સવાલ: હું 2019માં અમેરિકા વિઝિટર વિઝા ઉપર ગયો હતો. મારે જૂનમાં ભારતની ફ્લાઇટ હતી, પરંતુ કોરોનાના લીધે તે કેન્સલ થવાથી મેં 540 ડોલર ભરીને ઓવર સ્ટે માટે અરજી કરી હતી. પરંતુ તે દરમ્યાન ફ્લાઇટ ચાલુ થતા હું ભારત પાછો આવી ગયો હતો. હવે મારે સાત વર્ષ પછી અમેરિકા જવું છે, તો ત્યાંના એરપોર્ટ પર કયા પ્રશ્નો પૂછશે?- નીતિન દવે, અમદાવાદ જવાબ: તમે વિઝા મળ્યા પછી 2014, 2016 અને 2019માં ત્રણ વખત અમેરિકા જઇ આવ્યા છો અને 2019માં વિઝા ઓવર સ્ટે માટે એપ્લાય કરેલું હોવાથી તમને આ બંને બાબતોના સવાલો પૂછી શકે જેના જવાબો બિલકુલ શાંતિથી ગભરાયા સિવાય આપવા જોઈએ. સવાલ: મારી પુત્રી અમેરિકામાં F-1 સ્ટુડન્ટ વિઝા ઉપર રહે છે. તેને H-1B વિઝા મળ્યા નથી. તેણે ફેબ્રુઆરી 2026માં ત્યાં જ H-1B ધરાવનાર સાથે લગ્ન કર્યાં છે, તો તેના H-4 વિઝા માટે શું કરવું? - સેજલ નાયક, અમદાવાદ જવાબ: તમારી પુત્રીના H-1B વિઝા રિજેક્ટ ત્રણ વખત થયા હોવાથી તેણે અમેરિકાના આ બાબતના નિષ્ણાત એટર્ની મારફતે જ H-4 વિઝા માટે એપ્લાય કરવું જોઈએ. સવાલ: મારા J-1 વિઝા હૈદરાબાદથી રિજેક્ટ થયા છે, તો માર્ગદર્શન આપશો? - અંશુ સોલંકી, ભાવનગર જવાબ: તમે ગુજરાતમાં રહેતા હોવાથી મુંબઇ કોન્સ્યુલેટમાં એપ્લાય કરવું જોઈએ. J-1 એકવાર રિજેક્ટ થયા હોવાથી બીજી વાર એપ્લાય કરવાના બદલે બીજા કન્ટ્રીમાં એપ્લાય કરો. સવાલ: અમેરિકાના B-1, B-2 વિઝિટર વિઝા દસ વર્ષના મળેલા હોય તો મેનેજમેન્ટ, ટેકનિકલ, ઇકોનોમિક્સ તથા ડોક્ટરી વગેરેના એડવાન્સ અભ્યાસના કોર્સ 3 કે 4 દિવસના અને વધારેમાં વધારે 15 દિવસના હોય તો તે વિઝિટર વિઝાના આધારે કરી શકાય? - દીપકભાઇ બી. દવે, મુંબઇ જવાબ: ના, આ પ્રકારનું જોખમ લેતાં પહેલાં ત્યાંના એક્સપર્ટ એટર્નીની સલાહ લેવી જોઈએ. જો સ્ટેટસ ચેન્જ થાય નહીં તો વિઝિટર વિઝા કેન્સલ થઇ શકે. તેના કરતાં ભારત આવતા પહેલાં ત્યાંની કોલેજમાં કે સંસ્થામાં એડમિશન લઇને પાછાં આવવું જોઈએ અથવા તમે જણાવેલ કોર્સની પરમિશન લઇ શકાય પછી અમેરિકા જવાય.
    Click here to Read More
    Previous Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:વિનાશકાળે વિપરીત બુદ્ધિ!
    Next Article
    વસુંધરાના વહાલાં દવલાં:ખાખીનું લોહી, લીલું જંગલ : દેશના ‘ગ્રીન સોલ્જર્સ’

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment