Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસુંધરાના વહાલાં દવલાં:ખાખીનું લોહી, લીલું જંગલ : દેશના ‘ગ્રીન સોલ્જર્સ’

    22 hours ago

    ‘ખાખી’ શબ્દ કાને પડે એટલે સામાન્ય રીતે આપણી નજર સામે પોલીસ કે સીમા પર તૈનાત સૈનિકોનું ચિત્ર ઉપસે છે. પરંતુ આ જ ખાખી યુનિફોર્મ પહેરીને, હાથમાં કોઈ મોટા શસ્ત્ર વગર, ગીચ જંગલો, ડુંગરો અને સીમ વિસ્તારમાં રાત-દિવસ ઝાડ, જમીન અને વન્યજીવોનું રક્ષણ કરતા આપણા ‘ગ્રીન સોલ્જર્સ’ નો ત્યાગ મોટાભાગે અદ્રશ્ય રહી જાય છે. સરહદો પર અઘોષિત યુદ્ધ લડી રહેલા વનના રક્ષકો પોતાની ફરજ દરમિયાન કઈ હદ સુધીનું જોખમ ઉઠાવે છે, તેનો અત્યંત હૃદયદ્રાવક પુરાવો ગુજરાતના તાપી જિલ્લામાં જોવા મળ્યો હતો. રાજ્ય વન વિભાગના બાહોશ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ દેસાઈ ખેરના કિંમતી લાકડાંની આંતરરાજ્ય તસ્કરી કરી રહેલા માફિયાઓનો રાત્રિના અંધકારમાં પીછો કરતા અકસ્માતમાં શહીદ થઈ ગયા. સચિવાલયની સુરક્ષિત અને આરામદાયક ડેપ્યુટી સેક્શન ઓફિસરની નોકરી છોડીને જંગલના રક્ષણ માટે RFO બનેલા આ યુવાન અફસરે વસુંધરાના રક્ષણની ફરજ ખાતર પ્રાણ ત્યાગી દીધા, આ શહાદતનું દુ:ખ સ્વ.વિકાસના પરિવારથી વધુ કોણ જાણતું હશે? ઈન્ટરનેશનલ રેન્જર ફેડરેશન અને ‘ધ થિન ગ્રીન લાઈન ફાઉન્ડેશન’ના વૈશ્વિક અહેવાલો અનુસાર, વિશ્વભરમાં દર વર્ષે સરેરાશ 150થી 200 જેટલા વન રક્ષકો પોતાની ફરજ દરમિયાન શહીદ થાય છે. વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના તાજેતરના અહેવાલ ‘ગાર્ડિયન્સ ઓફ ધ વાઇલ્ડ’ મુજબ, ભારતમાં અઢી દાયકામાં 540થી વધુ વનકર્મીઓ પોતાની ફરજ દરમિયાન શહીદ કે ગંભીર રીતે ઘાયલ થયા છે. વિશ્વભરમાં શહીદ થતા વન રક્ષકોમાં ભારતનો આંકડો 30%થી 40% જેટલો સૌથી મોટો રહે છે. માત્ર સશસ્ત્ર હુમલા કે અકસ્માત જ નહીં, પરંતુ ફરજ દરમ્યાન હિંસક પ્રાણીઓના હુમલા, દાવઝાળ અને પૂર જેવી કુદરતી આફતો સામે લડતાં લડતાં પણ અનેક વનના રક્ષકો પ્રાણ ગુમાવે છે અને કેટલાય ઘાયલ પણ થાય છે. લાકડાંની તસ્કરીનો કિસ્સો આવે એટલે સ્વાભાવિક, IFS અધિકારી પી. શ્રીનિવાસએ જંગલો અને કિંમતી ચંદનનાં લાકડાંને તસ્કરોથી બચાવવા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા તે યાદ આવે. 10 નવેમ્બર 1991ના રોજ કુખ્યાત ચંદન તસ્કર વીરપ્પને આત્મસમર્પણ કરવાનો ખોટો દાવો કરીને તેમને કપટથી જંગલમાં બોલાવ્યા અને તેમની નિર્મમ હત્યા કરી દીધી. જંગલો અને વૃક્ષોની રક્ષા કાજે આપેલા આ અસાધારણ બલિદાન માટે ભારત સરકારે તેમને મરણોત્તર ‘કીર્તિ ચક્ર’થી નવાજ્યા હતા. ભારત સરકારે 2013થી દર વર્ષે 11 સપ્ટેમ્બરને ‘રાષ્ટ્રીય વન શહીદ દિવસ’ તરીકે ઊજવવાની જાહેરાત કરી છે. વર્ષ 1730માં ખેજડલી ગામમાં વૃક્ષોને બચાવવા 363 બિશ્નોઈ શ્રદ્ધાળુઓએ અમૃતા દેવીના નેતૃત્વમાં આપેલા બલિદાનની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. એક નજર આ તરફ પણ..! વિકાસ દેસાઈની શહાદતને લઈને વનવિભાગની ફરજોની ચર્ચા નીકળી છે, ત્યારે દૈનિક પાસું જોઈએ તો દિવસ હોય કે રાત, હજારો હેક્ટર ઘનઘોર જંગલ વિસ્તાર વચ્ચે માત્ર એક કે બે ફોરેસ્ટ ગાર્ડ તૈનાત હોય છે. વળી, તેમને શસ્ત્રો વાપરવાના કાનૂની અધિકારો અને રક્ષણ પોલીસ દળ જેટલાં સબળ મળતાં નથી, જેના કારણે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પોલીસ કે સુરક્ષા દળો પાસે આધુનિક હથિયારો, ગાડીઓ અને ત્વરિત બેકઅપ હોય છે. તેની સામે લાકડાં-ખનીજ માફિયાઓ અને શિકારીઓ સામે લડતા વન વિભાગના ગ્રાઉન્ડ સ્ટાફ પાસે ઘણીવાર મર્યાદિત સાધનો જ હોય છે. એક તરફ રાજ્યમાં માનવ-વન્યજીવ સંઘર્ષો વધ્યા છે, ત્યારે જંગલોમાં જરૂરિયાત મુજબ ફ્રંટલાઈન રેન્જર્સનું મહેકમ પૂરું હશે, દિવસ-રાત રાઉન્ડ પેટ્રોલિંગ માટે પૂરતો સ્ટાફ અપાશે ત્યારે મનોબળ આપોઆપ મજબૂત બનશે. આકસ્મિક બનાવ હોય કે વન્યજીવ વ્યવસ્થાપન રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વનપાલ અને વનરક્ષક એકમેકની અભેદ્ય કડી છે. દેશના ‘ગ્રીન સોલ્જર્સ’ને પણ પોલીસ દળ જેટલું જ મજબૂત કાનૂની રક્ષણ, આધુનિક વાહનો, નાઇટ વિઝન સાધનો અને આત્મરક્ષણ માટે હથિયારો પૂરા પાડવા પડશે.
    Click here to Read More
    Previous Article
    ઈમિગ્રેશન:J-1 કે H-1B વિઝા રિજેક્ટ થાય તો શું કરવું
    Next Article
    પ્રસંગકથા:સાગર જેવી ભવ્યતા ધરાવતા મહાપુરુષ પંડિત સુખલાલજી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment