Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણમંત્રી રિવાબાનો અનોખો અંદાજ:જામનગરમાં વિદ્યાર્થીઓ સાથે સ્ફૂર્તિથી બેડમિન્ટન રમી સહજતાનો પરિચય આપ્યો; 'પ્રગતિપથ યાત્રા'માં ITRAની મુલાકાત લીધી

    2 days ago

    રાજ્ય સરકારની 'પ્રગતિપથ યાત્રા' અંતર્ગત ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જામનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ ITRA (ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ) ની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ માત્ર શૈક્ષણિક વ્યવસ્થાઓનું નિરીક્ષણ જ નહોતું કર્યું, પરંતુ કેમ્પસના વિદ્યાર્થીઓ સાથે જાતે બેડમિન્ટન રમીને રમતગમત પ્રત્યે યુવાઓમાં એક નવો જોશ અને ફિટનેસનો સકારાત્મક સંદેશ આપ્યો હતો. જામનગર સ્થિત વિશ્વવિખ્યાત આયુર્વેદ સંસ્થા ITRA ની મુલાકાત આ યાત્રાના ભાગરૂપે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જામનગર સ્થિત વિશ્વવિખ્યાત આયુર્વેદ સંસ્થા ITRA (Institute of Teaching and Research in Ayurveda) ની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ આ સંસ્થાના મહત્વ અને તેની વિશેષતાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. તેમણે ITRA ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સંસ્થાના ઉત્થાનમાં રહેલા અભૂતપૂર્વ યોગદાનની ગાથા અને સફર રજૂ કરતી વિશેષ ઝાંખી નિહાળી હતી. આ સાથે જ તેમણે સમગ્ર પરિસરની મુલાકાત લઈ ITRA દ્વારા પૂરી પાડવામાં આવતી જનકલ્યાણલક્ષી સેવાઓ તથા અત્યાધુનિક સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. શૈક્ષણિક અને ચિકિત્સા પદ્ધતિઓ અંગેની તમામ ઝીણવટભરી વિગતો રજૂ કરાઈ મુલાકાત દરમિયાન ITRA ના ડાયરેક્ટર તનુજા નેશ્રી દ્વારા મંત્રીને સંસ્થાની શૈક્ષણિક અને ચિકિત્સા પદ્ધતિઓ અંગેની તમામ ઝીણવટભરી વિગતો રજૂ કરવામાં આવી હતી. મંત્રીએ સંસ્થાના સમૃદ્ધ પુસ્તકાલય, મ્યુઝિયમ અને રમત-ગમત સંકુલની પણ ઉત્સાહભેર મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, આયુર્વેદ થકી જામનગરને વૈશ્વિક ક્ષેત્રે એક અનોખી ઓળખ મળી છે. આયુર્વેદના પ્રણેતા ઝંડુ ભટ્ટજી પણ જામનગરની ધરતીના સપૂત હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગરને GCTM (Global Centre for Traditional Medicine) અને ITRA જેવી વૈશ્વિક કક્ષાની ભેટ આપી છે. આજે વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ અહીં આયુર્વેદનું જ્ઞાન મેળવવા અને આપણા ભવ્ય વારસા તથા સંસ્કૃતિને સમજવા આવે છે, જે સમગ્ર જામનગર માટે ગૌરવની બાબત છે. નવા આધુનિક બેડમિન્ટન કોર્ટનું નિરીક્ષણ અને મેચ સંસ્થાના કેમ્પસમાં તાજેતરમાં જ તૈયાર કરાયેલા અને લોકાર્પણ પામેલા આધુનિક બેડમિન્ટન કોર્ટની સુવિધાઓની મંત્રીશ્રીએ પ્રત્યક્ષ સમીક્ષા કરી હતી. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા જોયા બાદ, તેમણે કેમ્પસના ઊર્જાવાન વિદ્યાર્થીઓ સાથે રમત રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મંત્રીએ પ્રોફેશનલ પ્લેયરની જેમ જ ખૂબ જ સ્ફૂર્તિ અને ઉત્સાહ સાથે રૅકેટ હાથમાં પકડીને રમતનો આનંદ માણ્યો હતો. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના રમતગમત અભિયાનોને વેગ મંત્રી રિવાબા જાડેજાની આ રમતગમત પ્રવૃત્તિ માત્ર એક મનોરંજન નહોતી, પરંતુ તેની પાછળ વડાપ્રધાનના ‘ફિટ ઇન્ડિયા’, ‘ખેલો ઇન્ડિયા’ અને રાજ્ય સરકારના ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ જેવા મહત્વના પ્રકલ્પોના મિશનને જમીની સ્તરે મજબૂત કરવાનો આશય હતો. આ પ્રવૃત્તિ દ્વારા તેમણે ડિજિટલ યુગમાં ઘેરાયેલા યુવાનોને મેદાન પર આવીને શારીરિક તંદુરસ્તી જાળવવા પ્રેરણા આપી હતી. ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્નીની સહજતાએ દિલ જીત્યા આંતરરાષ્ટ્રીય સ્ટાર ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની હોવા છતાં અને ઉચ્ચ સરકારી હોદ્દો ધરાવતા હોવા છતાં, મંત્રી રિવાબાની આવી સરળતા અને સહજ શૈલીએ ત્યાં હાજર સૌ કોઈને પ્રભાવિત કર્યા હતા. પ્રોટોકોલથી પર જઈને વિદ્યાર્થીઓ વચ્ચે ભળી જવાની તેમની આ રીતભાતથી સંસ્થાના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને તમામ સ્ટાફ ગદગદિત થયો હતો. તંદુરસ્ત સ્વાસ્થ્ય એ જ સશક્ત રાષ્ટ્રનો સાચો પાયો મુલાકાતના અંતે શિક્ષણ રાજ્યમંત્રીએ યુવાધનને પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે, રમતગમત એ માત્ર સમય પસાર કરવાનું સાધન નથી, પરંતુ તે તંદુરસ્ત સ્વાસ્થ્ય જાળવવાની ચાવી અને દેશના સશક્ત નિર્માણનો મજબૂત પાયો છે. મંત્રીની આ ફિટનેસ મૂવથી કેમ્પસના વિદ્યાર્થીઓમાં શારીરિક સ્વાસ્થ્ય અને રમતગમત પ્રત્યે એક નવી ચેતના અને અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો આ પણ વાંચો જામનગરમાં રિવાબાની બેટિંગ:રાજ્યમંત્રીએ ટોસ ઉછળી 'બહાદુર કોઠારી કપ'નો પ્રારંભ કરાવ્યો ચાર મહિના પહેલા જામનગરના ઐતિહાસિક અજીતસિંહ ક્રિકેટ પવેલિયન ગ્રાઉન્ડ ખાતે બહાદુર કોઠારી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. રાજ્યમંત્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આયોજન જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન અને જામનગર જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. મંત્રી રિવાબા જાડેજાએ બેટિંગ કરીને મેચની શરૂઆત કરાવી હતી. આ ટુર્નામેન્ટ બહાદુરભાઈ કોઠારીની સ્મૃતિને જીવંત રાખવા માટે પ્રથમ ઓલ કેટેગરીની સીઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે યોજાઈ હતી. (સંપૂર્ણ અહેવાલ વાંચો)
    Click here to Read More
    Previous Article
    ફૂટબોલ વર્લ્ડકપ- સાઉથ કોરિયાએ ચેક રિપબ્લિકને હરાવ્યું:2-1 થી મેચ જીતી; હ્વાંગ ઇન-બોમ અને ઓ આયન-જીવાયયુએ ગોલ કર્યા
    Next Article
    ઈશ્વર પરમાર સહકાર ભારતી તાલુકા પ્રમુખ બન્યા:નેશનલ યુવા સોસાયટીના મંત્રીને વધુ એક જવાબદારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment