Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ITI તાલીમપ્રાપ્ત યુવાનો માટે ઈસરો સહિત વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની તકો:ITI ભાવનગર ખાતે 'STEM' લેબ અને પીડીલાઇટ કોર્સિસનું મંત્રી કુંવરજીભાઈ ના હસ્તે ઉદ્ઘાટન, 208 તાલીમાર્થીઓને મારુતિ સુઝુકીમાં રેકોર્ડબ્રેક પ્લેસમેન્ટ

    23 hours ago

    શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન આજરોજ શહેર અને જિલ્લામાં આવેલ જુદી જુદી ITI ની મુલાકાત લીધી હતી, સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), ભાવનગર ખાતે આજરોજ ના રોજ ટેકનોલોજી અને રોજગારીના ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે અત્યાધુનિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અંગે મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર આઈટીઆઈ ખાતે વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રે પ્રાયોગિક જ્ઞાન અને કૌશલ્ય વિકસાવી શકાય તે માટે સંસ્થામાં એક સુંદર 'STEM' લેબનું માનનીય મંત્રી કુંવરજી બાવળીયા ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તાલીમાર્થીઓની કૌશલ્યવર્ધન તાલીમ માટે પીડીલાઇટ સંસ્થાના સહયોગથી મેસન, કાર્પેન્ટર અને પ્લમ્બર એમ ત્રણ મહત્વના વ્યવસાયો માટેની નવીનતમ લેબનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત કોઈ એક જ સંસ્થામાંથી વિશાળ સંખ્યામાં એટલે કે 208 તાલીમાર્થીઓને મારુતિ સુઝુકી કંપની બહુચરાજી પ્લાન્ટ ખાતે પ્લેસમેન્ટ ઓફર પ્રાપ્ત થઈ છે, આ વિદ્યાર્થીઓ ને આકર્ષક માસિક વેતન (નેગોશિયેશન બાદ વધારો) શરૂઆતમાં તાલીમાર્થીઓ માટે રૂ.25,300 નો માસિક પગાર નક્કી કરવામાં આવ્યો હતો., પરંતુ ITI સ્ટાફ અને સંસ્થાના પ્રતિનિધિઓની સઘન નેગોશિયેશન ચર્ચાને અંતે તે વધારીને રૂ.28,300 ના આકર્ષક માસિક પગાર સાથે નિમણૂક આપવામાં આવી છે. આ તાલીમાર્થીઓ આગામી 24મી ઓગસ્ટ ના રોજ પોતાના વતનથી સીધા પ્લાન્ટ ખાતે જોડાવાના છે, ત્યારે તેમના સુવિધાજનક પ્રવાસ માટે સંસ્થા ખાતેથી જ મારુતિ સુઝુકી કંપનીના સહયોગથી ચાર સ્પેશિયલ બસો દ્વારા ટ્રાન્સપોર્ટેશનની નિશુલ્ક વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે, આ ભવ્ય આયોજનથી ભાવનગર ITI ના યુવા તાલીમાર્થીઓમાં ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ છે અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આ એક મહત્વનું પગલું સાબિત થયું છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર રેલવે હોસ્પિટલમાં હાડકાંનો આરોગ્ય કેમ્પ:94 કર્મચારીઓ અને પરિવારોએ નિષ્ણાત સેવા લીધી
    Next Article
    મોડાસામાં ભાજપ દ્વારા 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' કાર્યક્રમ:દેશના ભાગલાની વેદના યાદ કરી, શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment