Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં ભાજપ દ્વારા 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' કાર્યક્રમ:દેશના ભાગલાની વેદના યાદ કરી, શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

    22 hours ago

    મોડાસામાં અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા ૧૪ ઓગસ્ટના રોજ 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' નિમિત્તે એક વિશેષ અભિભાષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દેશના ભાગલા દરમિયાન વિસ્થાપનની પીડા સહન કરનાર લાખો નિર્દોષ નાગરિકોના સંઘર્ષ, વેદના અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો હતો. આ કાર્યક્રમ ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉલ ખાતે યોજાયો હતો. તેમાં પ્રદેશ વક્તા અને પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રભારી ડૉ. સંજયભાઈ દેસાઈ તથા જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોર વિશેષ અધ્યક્ષતા અને ઉપસ્થિતિમાં હાજર રહ્યા હતા. વક્તાઓએ વિભાજનના કરુણ ઇતિહાસ અને એ સમયે દેશવાસીઓએ વેઠેલી યાતનાઓને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા તેમજ મંડળ સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો, કારોબારી સભ્યો, ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, પક્ષના વરિષ્ઠ આગેવાનો તથા મોટી સંખ્યામાં પક્ષના ઉત્સાહી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન અને આયોજન જિલ્લા મહામંત્રી દિપકભાઈ પટેલ, રણધીરભાઈ ચુડગર તેમજ કેતનભાઇ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ITI તાલીમપ્રાપ્ત યુવાનો માટે ઈસરો સહિત વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની તકો:ITI ભાવનગર ખાતે 'STEM' લેબ અને પીડીલાઇટ કોર્સિસનું મંત્રી કુંવરજીભાઈ ના હસ્તે ઉદ્ઘાટન, 208 તાલીમાર્થીઓને મારુતિ સુઝુકીમાં રેકોર્ડબ્રેક પ્લેસમેન્ટ
    Next Article
    નર્મદામાં 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' ઉજવાયો:રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિભાજન દરમિયાન જીવ ગુમાવનાર નાગરિકોને શ્રદ્ધાંજલિ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment