Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ITIના પ્રવાસી ઇન્સ્ટ્રક્ટરોને હવે બમણું મહેનતાણું:કલાકના રૂ.90ના બદલે રૂ.180 મળશે, દૈનિક મહત્તમ વેતન રૂ.540થી વધારી રૂ.1,080 કરાયુ

    2 days ago

    રાજ્યની સરકારી અને અનુદાનિત ITIમાં તાલીમ આપતા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો માટે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી કલાકના રૂ.90 લેખે માનદ વેતન મેળવતા ઇન્સ્ટ્રક્ટરોને હવે કલાકના રૂ.180 મળશે. એટલે કે, તેમના મહેનતાણામાં સીધો બમણો વધારો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી કૌશલ્ય આધારિત તાલીમમાં યોગદાન આપતા આ ઇન્સ્ટ્રક્ટરોને આર્થિક પ્રોત્સાહન આપવાની સાથે ITIમાં તાલીમ વ્યવસ્થા વધુ મજબૂત કરવાનો સરકારનો પ્રયાસ છે. દૈનિક- માસિક મહત્તમ મર્યાદામાં પણ બમણો વધારો શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે જાહેર કરેલા નવા ઠરાવ પ્રમાણે માત્ર કલાકદીઠ વેતન જ નહીં, પરંતુ દૈનિક અને માસિક મહત્તમ મર્યાદામાં પણ બમણો વધારો કરાયો છે. અગાઉ એક દિવસના મહત્તમ રૂ.540 મળતા હતા, જે હવે વધારીને રૂ.1,080 કરવામાં આવ્યા છે. તેવી જ રીતે માસિક મહત્તમ માનદ વેતન રૂ.14,040થી વધારીને રૂ.28,080 કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા તથા રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવાયો છે. ઠરાવની તારીખથી જ નવા દરો અમલમાં મૂકવામાં આવ્યા છે. ઇન્સ્ટ્રક્ટરોની અછત અને તાલીમની ગુણવત્તા પર ફોકસ રાજ્યની ITIમાં વિવિધ ટ્રેડમાં વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી તાલીમ આપવા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોની સેવાઓ લેવામાં આવે છે. તેઓ વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ ઉદ્યોગોમાં ઉપયોગી થાય તેવું પ્રેક્ટિકલ જ્ઞાન અને ટેક્નિકલ કૌશલ્ય પણ શીખવે છે. જોકે, મર્યાદિત માનદ વેતનને કારણે વધુ સારા અને અનુભવી ઇન્સ્ટ્રક્ટરોને આ વ્યવસ્થા સાથે જોડવા પડકારરૂપ બની શકે છે. હવે વેતન બમણું થતાં વધુ અનુભવી ઇન્સ્ટ્રક્ટરો ITIમાં સેવા આપવા પ્રેરાશે તેવી સરકારને આશા છે. તેની સીધી અસર વિદ્યાર્થીઓની તાલીમ પર પડશે અને ઇન્સ્ટ્રક્ટરોની અછતને કારણે અભ્યાસમાં વિક્ષેપ ન પડે તે દિશામાં પણ મદદ મળશે. સરકારના આ નિર્ણયથી એક તરફ પ્રવાસી ઇન્સ્ટ્રક્ટરોને આર્થિક લાભ મળશે, તો બીજી તરફ ITIમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ વધુ સારી અને સતત તાલીમ મળી શકશે. એટલે આ નિર્ણયને માત્ર માનદ વેતન વધારવા પૂરતો નહીં, પરંતુ રાજ્યના કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી શિક્ષણ સાથે જોડાયેલા પગલા તરીકે પણ જોવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    થલતેજના મેગ્નેટ પાર્કમાં આગ લાગતા કૂદેલા એક યુવકનું મોત:કર્મચારીઓ પર્સ-કિંમતી વસતુ મૂકી ભાગ્યા, 70 કોમ્પ્યુટર-લોકરમાં રાખેલા ફોન ખાખ; ઓફિસના ભયાનક દૃશ્યો
    Next Article
    ડૉ. નૂતન ગોકાણીનું 'AAP'માંથી રાજીનામું:ડીપ સી એક્વફ્રન્ટ પ્રોજેક્ટ સામે ‘સેવ પોરબંદર સી–દરિયો બચાવો’ જનઆંદોલન ચલાવશે, જેતપુરના પ્રદૂષિત પાણી છોડવાના સામે વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment