Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ ITI ખાતે જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતીમેળો:8 જૂને રાજપુર ITI માં સવારે 10 કલાકે યોજાશે

    1 week ago

    પાટણ જિલ્લાના નોડલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) પાટણ (રાજપુર) ખાતે આગામી 8 જૂનના રોજ સવારે 10 કલાકે જિલ્લા કક્ષાના એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમો તેમજ સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત એકમો દ્વારા એપ્રેન્ટીસની ભરતી કરવામાં આવશે. ITI પાસ ઉમેદવારો માટે ફીટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, કોપા (COPA), વેલ્ડર અને મિકેનિક ડીઝલ સહિતના વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપની તકો ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, નોન-એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ ઉમેદવારો જેવા કે બી.કોમ., એમ.બી.એ., અને સાયન્સ ગ્રેજ્યુએટ પણ આ ભરતીમેળામાં ભાગ લઈ શકશે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, માર્કશીટ, આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ તથા અન્ય જરૂરી દસ્તાવેજોની નકલ સાથે 8 જૂનના રોજ સવારે 10 વાગે આઈ.ટી.આઈ. પાટણ (રાજપુર) ખાતે હાજર રહેવાનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં ગાયના મૃતદેહનો કચરાની ગાડીમાં નિકાલ બંધ:મેયર અશોક ધોરાજીયાનો નિર્ણય: માન-સન્માન સાથે અપાશે અંતિમ વિદાય
    Next Article
    ચોટીલામાં ગેરકાયદેસર મુરમ ખનન કરતા વાહનો જપ્ત:તંત્રની ટીમે દુધેલી ગામમાં દરોડો પાડી મુરમ ખનન ઝડપી પાડ્યું, 90 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment