Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર ITI રાજ્યમાં તૃતીય ક્રમે વિજેતા:550 ITI વચ્ચેની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન, 5 લાખનું અનુદાન મળ્યું

    3 days ago

    જામનગરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) એ ગુજરાત રાજ્યની કુલ 550 ITI વચ્ચે યોજાયેલી શ્રેષ્ઠ સંસ્થાની સ્પર્ધામાં રાજ્યકક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ રાજ્ય સરકાર દ્વારા સંસ્થાને પ્રોત્સાહન રૂપે રૂપિયા પાંચ લાખનું અનુદાન પણ એનાયત કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાના પ્રથમ તબક્કે રાજકોટ વિભાગની કુલ 99 ITI માંથી જામનગરની સંસ્થા પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ હતી. ત્યારબાદ રાજ્યની પસંદ થયેલી શ્રેષ્ઠ 12 સંસ્થાઓ વચ્ચેની આખરી સ્પર્ધામાં જામનગરે સમગ્ર રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. શ્રેષ્ઠ ITI ની પસંદગી માટે કુલ 30 જેટલા વિવિધ માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા હતા. જેમાં સંસ્થાની સફાઈ, તાલીમની ગુણવત્તા, ઓન જોબ ટ્રેનિંગ, એફિલેશન, ડ્યુઅલ સિસ્ટમ ઓફ ટ્રેનિંગ અને તાલીમાર્થીઓના પાસ આઉટ રેશિયો જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ પાસાઓમાં જામનગર ITI એ 150 ગુણમાંથી 127 ગુણ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. સંસ્થા દ્વારા માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસ માટે થેલેસેમીયા ટેસ્ટ, બ્લડ ડોનેશન કેમ્પ, કેન્સર અવેરનેસ સેમિનાર, વૃક્ષારોપણ અને વિવિધ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ જેવા રચનાત્મક કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિ માટે ગીર, નરારા અને પોલો ફોરેસ્ટમાં શૈક્ષણિક શિબિરો તેમજ ફાયર સેફ્ટી અને સિવિલ ડિફેન્સની તાલીમ પણ આપવામાં આવી હતી. વર્તમાન સમયની ઔદ્યોગિક જરૂરિયાતોને ધ્યાને રાખીને જામનગરની આ સંસ્થામાં વિવિધ ઉદ્યોગોના સામાજિક દાયિત્વ (CSR) હેઠળ ઇલેક્ટ્રિક વાહનો, ઔદ્યોગિક ઓટોમેશન, પ્લમ્બિંગ અને ઓટોમોબાઇલ લેબ ડેવલપમેન્ટના આધુનિક પ્રોજેક્ટ્સ પર કાર્ય ચાલી રહ્યું છે. સંસ્થાના આચાર્ય અને તમામ કર્મચારીગણના સહિયારા પુરુષાર્થ તેમજ તાલીમાર્થીઓની મહેનતને રોજગાર અને તાલીમ વિભાગના નિયામકશ્રી દ્વારા પણ બિરદાવવામાં આવી છે. જામનગર ITI ની આ સફળતા જિલ્લાના યુવાનો માટે ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે નવા દ્વાર ખોલનારી સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ ટીબી દિવસે બોટાદ જાયન્ટ્સ ગ્રુપે 70 કીટનું વિતરણ કર્યું:ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દર્દીઓને પોષણ સહાય
    Next Article
    પાટણમાં 700 ટીબી દર્દીઓને પોષણ કીટ અપાઈ:વિશ્વ ક્ષય દિવસે 124 ટીબી મુક્ત ગામોના સરપંચોનું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment