Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં વિશ્વ એન્ટી રેબિઝ ડે પર પશુ રસીકરણ કેમ્પ યોજાયો:70 શ્વાનને અપાઈ નિઃશુલ્ક રસી, શાળાઓમાં જાગૃતિ શિબિરો યોજાઈ

    2 weeks ago

    આજે વિશ્વ એન્ટી રેબિઝ ડે નિમિત્તે પાટણ જિલ્લા પશુપાલન વિભાગે વિશેષ કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પ પશુ દવાખાના, વેટરનરી પોલી ક્લિનિક અને જિલ્લા પંચાયત સંચાલિત તમામ પશુ દવાખાનાઓમાં યોજાયો હતો. કેમ્પ દરમિયાન કુલ ૭૦ શ્વાનોને વિનામૂલ્યે એન્ટી રેબિઝ રસી આપવામાં આવી. આશરે ૧૫ કૂતરા અને બિલાડાઓની આરોગ્ય તપાસ કરી સારવાર અપાઈ. નોંધાયેલા તમામ પશુઓને કૃમિનાશક દવાઓ પણ અપાઈ હતી. પશુપાલન વિભાગે અનુપમ પ્રાથમિક શાળાના બાળકો માટે હડકવા જાગૃતિ શિબિર યોજી. જિલ્લાના તમામ તાલુકાઓમાં પશુ દવાખાના ખાતે મીટિંગો યોજાઈ હતી. જેમાં હડકવા રોગના લક્ષણો, ફેલાવો અને બચાવ વિશે લોકોને સમજ અપાઈ. આ કાર્યક્રમ જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. બી. એમ. સરગરાની દેખરેખ હેઠળ યોજાયો. ડૉ. તુષાર, ડૉ. જોશી અને ડૉ. નાંડોલીયાએ આ આયોજનને સફળ બનાવવામાં સહયોગ આપ્યો.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ચૂંટણી કમિશનર સામે વિરોધ પ્રદર્શન પૂર્વે જ પોલીસ એક્શનમાં:પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિત 100થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત
    Next Article
    મારવાડી યુનિ. લાઠીચાર્જ મામલે પગલાં લેવા માંગ:યુનિ.માં નિયમોનાં નામે ખુલ્લી લૂંટ ચલાવાતી હોવાનો ABVPનો આરોપ, બસ પાસ, આઈકાર્ડ અને મસ્તી-મજાક માટે મસમોટા દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment