Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે રાજુલાના ડ્રાઇવરને પકડી ચોરીનો ભેદ ઉકેલાયો‎:લિફ્ટના બહાને મહિલાના 2.26 લાખના દાગીના ચોરનારો ઇકો ડ્રાઇવર જ નીકળ્યો

    1 week ago

    પાટણ સમી તાલુકામાં ઇકોમાં મુસાફરી કરતી મહિલાના રૂ.2.26 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ સમી પોલીસે ઉકેલી નાખ્યો છે. રસ્તામાં ગાડી અચાનક બંધ પડી હોવાનું નાટક કરી મુસાફરોને ઉતારી દાગીના તફડાવનાર ઇકો ડ્રાઇવર જ આરોપી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે 30 જેટલા CCTV કેમેરા, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે રાજુલાના આરોપીને ચોરાયેલા દાગીના અને ઇકો કાર સાથે ઝડપી પાડી કુલ રૂ.3.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગત 31 મેના રોજ ખીજડીયારી ગામે રહેતી ઝેબરબેન જોરાભાઈ રબારી બે બાળકો સાથે પિયર કપરૂપુર ગામે જવા નીકળ્યા હતા. જેસડા ગામ પાસેથી સમી જતી ઇકો કારમાં બેસ્યા બાદ સમી નજીક પાંજરાપોળ પાસે ગાડી અચાનક બંધ પડી ગઈ હતી. બાદમાં સમી બસ સ્ટેન્ડ પહોંચતાં મહિલાની થેલીમાંથી રૂ.2.26 લાખના સોના-ચાંદીના દાગીનાવાળું પર્સ ગુમ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે બનાવ સ્થળ અને રૂટના CCTV કેમેરા ચકાસ્યા હતા. સાથે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સહારો લેવાયો હતો.તપાસ માં ચોરીમાં વપરાયેલી ઇકો કાર નંબર GJ-03-ER-6123 હોવાનું સામે આવ્યું હતું. બાતમીના આધારે પોલીસે સરવાલથી સમી જતી નર્મદા કેનાલ નજીક વોચ ગોઠવી ઇકો કાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.પોલીસ તપાસમાં ઝડપાયેલ.. ચોરીની સ્ટાઈલ: પાછળથી હાથ નાખી થેલી ખાલી,પછી સાઇડ ગ્લાસમાં ઈશારો કર્યો આરોપીઓ પૂર્વયોજિત રીતે ચોરીને અંજામ આપતા હતા. ડ્રાઈવર મુસાફરોને વાતોમાં કે ગીતોમાં વ્યસ્ત રાખતો હતો, પાછળ બેઠેલો સાગરીત સીએનજી કીટની નીચેથી પાછળ તરફ હાથ નાખી મુસાફરોની થેલીની ચેન ખોલીને દાગીના અને કિંમતી સામાન તફડાવી લેતો હતો. ચોરી કર્યા બાદ સામાન ગાડીની સીટ નીચે ખાસ બનાવેલા ખાનામાં સરકાવી દેવાતો હતો. ત્યારબાદ સાગરીત સાઇડ ગ્લાસમાં અંગૂઠાનો ઈશારો કરતો, જેના આધારે ડ્રાઈવર બ્રેક મારી ગાડી ‘બંધ પડી’ હોવાનું નાટક કરતો હતો, જેથી મુસાફરો રસ્તામાં જ ઉતરી જાય અને આગળ જઈને જ ચોરી થયાની જાણ થાય.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં વધુ એક ડિમોલિશનની તૈયારી:હિંગળાજનગરના 70 ઝુપડાં હટાવી કરોડોની જમીન ખુલ્લી કરાશે; ચોમાસા સમયે નોટિસ મળતા સ્થાનિકોમાં રોષ
    Next Article
    'Do It When Suits Them, Don't When It Doesn't': S Jaishankar On US Tariffs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment