Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 700 ટીબી દર્દીઓને પોષણ કીટ અપાઈ:વિશ્વ ક્ષય દિવસે 124 ટીબી મુક્ત ગામોના સરપંચોનું સન્માન

    2 days ago

    વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે પાટણમાં ટીબી મુક્ત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) મહેસાણાના CSR અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, પાટણના સહયોગથી 700 ક્ષયના દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, જિલ્લાના 124 ટીબી મુક્ત ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના અગ્રણી નરેશ દવેએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષયના દર્દીઓને સારવારમાં મદદરૂપ થવાનો છે. વિતરિત કરાયેલી પોષણયુક્ત આહાર કીટ દ્વારા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધે અને તેઓ ઝડપથી રોગમુક્ત બને તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, ટીબી નાબૂદીની દિશામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 124 ગામોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. આ ગામોના સરપંચોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આરોગ્ય અધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં સમગ્ર જિલ્લાને સંપૂર્ણપણે ટીબી મુક્ત કરવા માટે સઘન પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગર ITI રાજ્યમાં તૃતીય ક્રમે વિજેતા:550 ITI વચ્ચેની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન, 5 લાખનું અનુદાન મળ્યું
    Next Article
    ઓવરસ્પીડ બાઈકે કારને ટક્કર મારી, CCTV:વળાંક પર કાબૂ ગુમાવતાં અકસ્માત, વાહનોના કુરચા, ચાલકોનો આબાદ બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment