Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં પતિની નજર સામે પત્નીને પલસર ચાલકે ઉડાવી, CCTV:ગણેશોત્સવનો સામાન લઈ બંને અલગ અલગ વાહન પર જતા હતા, લગ્નના બે મહિનામાં પત્નીનું મોત; પતિનું હૈયાફાટરૂદન

    11 hours ago

    અમદાવાદના શીલજમાં પલસર બાઈક ચાલકે ગોળીની સ્પીડે એક્સેસને ઉડાવતા પતિની નજર સામે જ પત્નીનું મોત થયું છે. જે ઘટનાના ભયાનક CCTV પણ સામે આવ્યા છે. ગણેશોત્સવનો સામાન લઈને પત્ની એક્સેસ પર અને પતિ બાઈક પર 12 સપ્ટેમ્બરે રાત્રિના સમયે જતા હતા ત્યારે વળાંક પર ટર્ન લેતા સમયે બેફામ સ્પીડમાં બાઈક ચાલકે ટક્કર મારી હતી. જેમાં પત્ની 10 ફૂટ સુધી ઢસડાઈ હતી. જો કે સારવાર સમયે પત્નીનું મોત થતા પતિના રડી રડીને બેહાલ થયા છે. આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. પતિ-પત્ની ગરબા ક્લાસથી સાથે નીકળ્યા હતા બોપલમાં રહેતા 30 વર્ષીય હાર્દિક દરજી કોરિયોગ્રાફર છે. હાલમાં સાયન્સ સીટીમાં આવેલા બ્લુમિંગ કેમ્પમાં ગરબા કલાસ ચલાવે છે. તેમના લગ્ન બે મહિના પહેલા વસ્ત્રાપુરની નિશિબેન સાથે થયા હતા. 11 સપ્ટેમ્બરે સાંજે તે ગરબા કલાસમાં ગયા હતા. બાદમાં પૂર્ણ કરીને રાત્રે પત્ની ટુ-વ્હીલર એક્સેસ અને હાર્દિક બાઈક પર ઘરે જઈ રહ્યા હતા. કેનાલ પર બાઈક ચાલકે જોરદાર ટક્કર મારી ત્યારે DPS કેનાલ રોડ પર માધવ અધવેદ કોમ્પ્લેક્ષ પાસે પહોંચ્યા હતા. જ્યાં વળાંક પર ટર્ન લેતા સમયે પુરઝડપે આવી રહેલા બાઈક ચાલકે એક્સેસને ટક્કર મારી હતી. જો કે પતિ આ ટક્કર સમયે થોડા આગળ નીકળ્યા હોવાથી તેમનો બચાવ થયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે, નિશિબેન એક્સેસ સાથે ઢસડાયા હતા. જેથી તેમને ગંભીર ઈજા પહોંચી હતી. પતિ હાર્દિક અને આસપાસના લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત નિશિબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ફરાર ચાલકની શોધખોળ અકસ્માત બાદ બાઈક મૂકીને ચાલક નાસી ગયો હતો. જો કે અકસ્માતને લઈ બોપલ પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધ્યો છે. ત્યારે તપાસમાં ચાલક અને તેની પાછળ બેસેલ વ્યક્તિ ઘરઘાટી તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં ચાલક પણ હોસ્પિટલમાં દાખલ છે. આ પણ વાંચો: અમદાવાદમાં ડમ્પર ચાલકે માતાની નજર સામે પુત્રીને કચડી 7 સપ્ટેમ્બરે અમદાવાદના થલતેજ વિસ્તારમાં સ્કૂલેથી છૂટીને માતા સાથે એક્ટિવા પર ઘરે જઈ રહેલી 12 વર્ષીય બાળકી આરાધ્યા બારોટનું ડમ્પરની ટક્કરે કરુણ મોત નિપજ્યું હતું. દીકરીની ઘટનાસ્થળે ડેડબોડી જોઈને પિતા પણ ભાંગી પડ્યા હતા.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    એરફોર્સના ઓફિસરની ઓળખ આપી યુવતી સાથે રૂ.1.95 લાખની ઠગાઈ:યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી સૂર્યકિરણ ટીમના ફોટા મૂક્યા; યુવતીને એરફોર્સમાં નોકરીની લાલચ આપી ફસાવી
    Next Article
    In BRICS New Delhi Declaration, Condemnation Of War, And Tariffs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment