Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એરફોર્સના ઓફિસરની ઓળખ આપી યુવતી સાથે રૂ.1.95 લાખની ઠગાઈ:યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી સૂર્યકિરણ ટીમના ફોટા મૂક્યા; યુવતીને એરફોર્સમાં નોકરીની લાલચ આપી ફસાવી

    10 hours ago

    રાજકોટ શહેરની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમે ખાનગી ટ્રાવેલ એજન્સી ચલાવતા એક એવા ભામટાની ધરપકડ કરી છે, જે સોશિયલ મીડિયા પર એરફોર્સના ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી લોકોને છેતરતો હતો. આરોપી ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી તેમાં સૂર્યકિરણ ટીમના ફોટા અને વિડિયો અપલોડ કરી લોકોને ઝાળમાં ફસાવતો હતો. રાજકોટની એક યુવતીને એરફોર્સની સૂર્યકિરણ ટીમમાં નોકરી અપાવવાના બહાને ₹1.95 લાખ પડાવી લીધા હોવાની ઈ-FIR નોંધાતા પોલીસે તુરંત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે. સૂર્યકિરણ ટીમના ફોટા મૂકી યુવતીને જાળમાં ફસાવી રાજકોટના એસીપી બી. જે. ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ફરિયાદી યુવતીએ ગત 4 સપ્ટેમ્બરે ઈ-FIR નોંધાવી હતી. જે મુજબ પ્રતીક ભારદ્વાજ નામના શખ્સે ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી તેમાં સૂર્યકિરણ ટીમના જુદા જુદા ફોટો-વિડિયો મૂક્યા હતા. ત્યારબાદ યુવતી સાથે મિત્રતા કેળવી પોતે કર્ણાટક ખાતે એરફોર્સમાં ઓફિસર હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે યુવતીને સૂર્યકિરણ ટીમમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી અલગ અલગ ફીના નામે કટકે કટકે કુલ ₹1.95 લાખ પડાવી લીધા હતા. નાણાવટી ચોક નજીક ભાડાના મકાનમાંથી ઝડપાયો પડાવેલા નાણાં બાદ પણ નોકરી ન મળતા અને સામેથી વધુ રૂપિયાની માંગણી થતા યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. જેથી યુવતીએ ઈ-FIR દાખલ કરાવી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપી રાજકોટના નાણાવટી ચોક નજીક ભાડાના મકાનમાં રહેતો હોવાનું સામે આવતા પોલીસે આરોપી પ્રતીક ભારદ્વાજની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશનના બે ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે રિમાન્ડ મેળવી તપાસ તેજ કરી, લોકોને અપીલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને તેણે અન્ય કોઈ લોકોને આ રીતે શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં ઘનન તપાસ શરૂ કરી છે. આ સાથે એસીપીએ સામાન્ય જનતાને અપીલ કરી છે કે, કોઈ પણ સરકારી નોકરી નાણાં આપીને મેળવી શકાતી નથી, તેથી કોઈએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કે રૂબરૂમાં સરકારી નોકરીના બહાને નાણાં આપવા જોઈએ નહીં.
    Click here to Read More
    Previous Article
    લાલદરવાજાથી અંબાજી જવા પગપાળા સંઘનું પ્રસ્થાન:192 વર્ષ જૂની પરંપરાને જાળવી રાખી, ભક્તિમય વાતાવરણ વચ્ચે 350 થી વધું શ્રદ્ધાળુઓ જોડાશે
    Next Article
    અમદાવાદમાં પતિની નજર સામે પત્નીને પલસર ચાલકે ઉડાવી, CCTV:ગણેશોત્સવનો સામાન લઈ બંને અલગ અલગ વાહન પર જતા હતા, લગ્નના બે મહિનામાં પત્નીનું મોત; પતિનું હૈયાફાટરૂદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment