Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલદરવાજાથી અંબાજી જવા પગપાળા સંઘનું પ્રસ્થાન:192 વર્ષ જૂની પરંપરાને જાળવી રાખી, ભક્તિમય વાતાવરણ વચ્ચે 350 થી વધું શ્રદ્ધાળુઓ જોડાશે

    10 hours ago

    અમદાવાદના લાલદરવાજાથી પગપાળા સંઘે અંબાજી જવા માટે પ્રસ્થાન કર્યું છે. સંઘે 192 વર્ષ જૂની પરંપરાને જાળવી રાખી છે. માણેક ચોકથી આ સંઘની શરૂઆત કરવામાં આવી છે. સંઘમાં 350થી 400 જેટલા શ્રદ્ધાળુઓ જોડાશે અને ભક્તિમય વાતાવરણ વચ્ચે 'જય અંબે, જય અંબે'ના નાદ સાથે અંબાજી તરફ આગળ વધશે. બ્રાહ્મણો સાથે ધજા લઈને અંબાજી આવવાની બાધા રખાઈ હતી સંઘના જણાવ્યા મુજબ, અંબાજી પહોંચ્યા બાદ પૂનમના દિવસે અંબાજી મંદિરમાં અષ્ટધાતુની ધજા અર્પણ કરવામાં આવશે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ તાપ, તડકો કે વરસાદની પરવા કર્યા વગર માતાજીના દર્શન અને ધજા અર્પણની પરંપરા નિભાવશે. આ સંઘ છેલ્લા 192 વર્ષથી અવિરત ચાલી રહ્યો છે. કોલેરાના ઉપદ્રવના સમયગાળા દરમિયાન અંબાજીના ડેરાવાળા સતીશજી દ્વારા બ્રાહ્મણો સાથે ધજા લઈને અંબાજી આવવાની બાધા રાખવામાં આવી હતી. ત્યારથી આ પરંપરા સતત જળવાઈ રહી છે. વિશ્વના કલ્યાણ માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવે છે લોકોનું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે તેમજ સૌનું અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તે માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવે છે. સંઘ દ્વારા આવનારી મુસીબતો દૂર થાય અને સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે. આ સતીશ બાપાનો લાલ ધજાનો સંઘ હોવાનું જણાવાયું છે. માલધારીજી અને ટ્રસ્ટીઓના આશીર્વાદથી સંઘ આગળ વધી રહ્યો છે. આ સંઘ બ્રાહ્મણો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. વર્ષોથી જોડાયેલી લોકોની આસ્થા અને શ્રદ્ધાની ગરિમા જળવાઈ રહે તે સંઘ માટે મહત્વપૂર્ણ છે. લોકોની શ્રદ્ધાને કોઈ ઠેસ ન પહોંચે અને મા જગદંબાના ચરણોમાં ભક્તોનો પ્રેમ પહોંચે તેવી પ્રાર્થના સાથે સંઘ અંબાજી તરફ આગળ વધી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    17 વર્ષીય કિશોરને કથિત પ્રેમપ્રકરણમાં મોતને ઘાટ ઉતારાયો!:જામનગરના દરેડની ગલીમાં નીકળવા મુદ્દે ઝઘડો, બે શખસે લોખંડની પાઈપ અને લાકડાનો ધોકો લઈ તૂટી પડ્યા
    Next Article
    એરફોર્સના ઓફિસરની ઓળખ આપી યુવતી સાથે રૂ.1.95 લાખની ઠગાઈ:યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી સૂર્યકિરણ ટીમના ફોટા મૂક્યા; યુવતીને એરફોર્સમાં નોકરીની લાલચ આપી ફસાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment