Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IT વિભાગના દરોડા અંગે રકુલ પ્રીત સિંહની સ્પષ્ટતા:તેના સ્થળોએ રેડ ન પાડ્યાનો દાવો, કહ્યું- 'મારું આર્મ ફોર્સનું બેકગ્રાઉન્ડ, 20 વર્ષની ઉંમરથી ટેક્સ ભરું છું'

    7 hours ago

    બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે તે મીડિયા અહેવાલો સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે, જેમાં તેના ઠેકાણાઓ પર આવકવેરા વિભાગના દરોડા પડ્યાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. રકુલે સોશિયલ મીડિયા પર એક લાંબું નિવેદન જાહેર કરીને આ અહેવાલોને 'જૂઠા, ભ્રામક અને દુર્ભાવનાપૂર્ણ' ગણાવ્યા છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે, આવકવેરા વિભાગની આ તપાસ અથવા દરોડા તેની સાથે સંબંધિત નહોતા. રકુલ પ્રીત સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નોટ શેર કરીને મીડિયા પર નિશાન સાધ્યું. તેણે લખ્યું કે, તથ્યોની તપાસ કર્યા વિના સમાચારોને સનસનાટીભર્યા બનાવવાનું વલણ દુઃખદ છે. તેણે કહ્યું કે, તે સૌની સામે સત્ય મૂકવા માંગે છે કે, જે દરોડાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. 'આર્મ ફોર્સના બેકગ્રાઉન્ડથી છું, 20 વર્ષની ઉંમરથી ટેક્સ ચૂકવી રહી છું' પોતાની સફાઈમાં રકુલે કહ્યું કે, તે સશસ્ત્ર દળોની પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેનો કોઈ ગોડફાધર રહ્યો નથી. તેણે સખત મહેનતથી પોતાનું નામ બનાવ્યું છે અને એક જવાબદાર નાગરિક તરીકે 20 વર્ષની ઉંમરથી જ નિયમિત રીતે ટેક્સ ભરી રહી છે. રકુલે આગળ લખ્યું કે, તે વ્યક્તિગત રીતે અથવા કોઈપણ પ્રોડક્શન હાઉસ દ્વારા કોઈપણ પ્રકારના ગેરકાયદેસર વિદેશી વ્યવહારોમાં સામેલ નથી. આ સાથે તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે, દેશ કે વિદેશમાં ક્યાંય પણ તેની પાસે કોઈ બેનામી સંપત્તિ નથી અને ન તો તે આવા મોંઘા ઉપહારો સ્વીકારે છે. 'કમાણીના દબાણમાં કોઈની પ્રતિષ્ઠા ખરાબ ન કરો' ફિલ્મ ફાઇનાન્સિંગના નામે ગેરરીતિના આરોપોને ફગાવી દેતાં રકુલે ખોટા સમાચાર પ્રકાશિત કરનારા મીડિયા સંસ્થાનોને પોતાના અહેવાલો પાછા ખેંચવા અને સત્ય સામે લાવવાની અપીલ કરી. તેણે કહ્યું કે મીડિયા હાઉસ ચલાવવા માટે તેના પોતાના વ્યાવસાયિક દબાણો હોઈ શકે છે, પરંતુ આ કોઈના સન્માન, આજીવિકા અને તથ્યોની કિંમત પર ન હોવું જોઈએ. 12 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હોવાના સમાચાર હતા તાજેતરમાં આવેલા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આવકવેરા વિભાગે રકુલ પ્રીત સિંહ અને તેના સસરા તથા જાણીતા ફિલ્મ નિર્માતા વાશુ ભગનાની સાથે સંકળાયેલા 12 સ્થળોએ દરોડા પાડ્યા છે. TV9ના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, 28 સપ્ટેમ્બરે શંકાસ્પદ નાણાકીય ગેરરીતિઓ અને ફિલ્મોના નામે વિદેશમાં નાણાં મોકલવાના આરોપોની તપાસના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, આ દરોડાના સમાચાર પર વાશુ ભગનાની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહોતી. ડ્રગ્સ કેસમાં રકુલના ભાઈનું નામ આવ્યું હતું રકુલ પ્રીત સિંહનો પરિવાર અગાઉ પણ કાનૂની વિવાદોમાં રહી ચૂક્યો છે. ડિસેમ્બર 2025માં મુંબઈ પોલીસે ડ્રગ્સ કેસમાં રકુલના ભાઈ અમન પ્રીત સિંહની શોધ શરૂ કરી હતી. ડ્રગ લો એન્ફોર્સમેન્ટ ફોર્સ અને વેસ્ટ ઝોન પોલીસે બે ડ્રગ તસ્કરોની ધરપકડ કરીને તેની પાસેથી 43 ગ્રામ કોકેઈન અને 11.5 ગ્રામ MDMA જપ્ત કર્યું હતું. તપાસ દરમિયાન આરોપ લગાવવામાં આવ્યો હતો કે અમન પ્રીત સિંહે તે તસ્કરો પાસેથી પાંચ વખત નશીલા પદાર્થો ખરીદ્યા હતા. આ મામલે અમનની ધરપકડ પણ કરવામાં આવી હતી. રકુલ પ્રીતનું નામ પણ ડ્રગ્સ કેસમાં સામે આવી ચૂક્યું છે આ પહેલાં રકુલનું નામ પણ ડ્રગ્સ કેસમાં આવી ચૂક્યું છે. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ દરમિયાન ડ્રગ્સના ઉપયોગને લઈને રિયા ચક્રવર્તીએ પૂછપરછમાં સારા અલી ખાન અને રકુલ પ્રીતનું નામ લીધું હતું. રકુલે તેના નામના મીડિયા કવરેજને રોકવા માટે હાઈકોર્ટનો સંપર્ક પણ કર્યો હતો. રકુલ સાથે બીજો વિવાદ ત્યારે જોડાયો હતો, જ્યારે 2022માં EDએ ટોલીવૂડ ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેની પૂછપરછ કરી હતી. ‘રામાયણ’માં જોવા મળશે રકુલ પ્રીત સિંહ રકુલ પ્રીત સિંહનાં લગ્ન વાશુ ભગનાનીના દીકરા અને એક્ટર-નિર્માતા જૅકી ભગનાની સાથે થયાં છે. રકુલ હાલ નિતેશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ પાર્ટ 1’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે શૂર્પણખાનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતા, રવિ દુબે લક્ષ્મણ અને યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસરે 6 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. વાશુ ભગનાની પણ તાજેતરમાં વિવાદમાં રહ્યા વાશુ ભગનાની પૂજા ફિલ્મ્સ નામની પ્રોડક્શન કંપની ચલાવે છે અને તેઓ પેનોરમા સ્ટુડિયોઝ સાથે પણ જોડાયેલા રહ્યા છે, જેના બેનર હેઠળ 'દૃશ્યમ' ફ્રેન્ચાઇઝી જેવી સુપરહિટ ફિલ્મો બની છે. વાશુ ભગનાનીએ 'કુલી નંબર 1' (1995), 'બડે મિયાં છોટે મિયાં' (1998), 'રહેના હૈ તેરે દિલ મેં' અને 'મિશન રાનીગંજ' જેવી ઘણી ચર્ચિત ફિલ્મોનું નિર્માણ કર્યું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ વિવાદોમાં રહ્યા છે. ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' (2024)ના દિગ્દર્શક અલી અબ્બાસ ઝફર સાથે તેમનો પૈસાની લેવડદેવડને લઈને વિવાદ થયો હતો. આ ઉપરાંત ફિલ્મ 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ'ના ગીતો અને દૃશ્યોના હકોને લઈને પણ તેમનો ટીપ્સ ફિલ્મ્સ સાથે કૉપિરાઇટ વિવાદ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાની ક્રિકેટરની ઝેરીલી જીભ:હસન નવાઝે કહ્યું, 'ઇન્ડિયાના દરેક બોલરને છોડવો નથી, બધાથી નફરત છે', યુઝર્સે ટ્રોલ કરતા કહ્યું- 'હારીને પણ ખુશ થાય એ પાકિસ્તાનીઓ'
    Next Article
    'ટેકનોલોજીનો દુરુપયોગ યૌન ઉત્પીડન સમાન':ડીપફેક વીડિયો પર જાહ્નવી કપૂર લાલઘૂમ; જૂનિયર એનટીઆર સહિતના કલાકારોનો આભાર માન્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment