Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ટેકનોલોજીનો દુરુપયોગ યૌન ઉત્પીડન સમાન':ડીપફેક વીડિયો પર જાહ્નવી કપૂર લાલઘૂમ; જૂનિયર એનટીઆર સહિતના કલાકારોનો આભાર માન્યો

    8 hours ago

    બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે પોતાની સાઉથની ફિલ્મ 'દેવરા: પાર્ટ 1'ના ગીત 'ચુટ્ટામલ્લે' પર બનાવવામાં આવેલા AI જનરેટેડ અશ્લીલ (ડીપફેક) વીડિયો અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર નિવેદન જારી કરીને તેણે ટેક્નોલોજીના આ દુરુપયોગને જાતીય ઉત્પીડન સમાન ગણાવ્યો. જાહ્નવીએ કહ્યું કે, મહિલાઓની મંજૂરી વિના આવું કન્ટેન્ટ બનાવવું તેમની ગરિમાનું ગંભીર ઉલ્લંઘન છે. આ સાથે જ તેણે આ મુદ્દે ખુલ્લેઆમ બોલવા અને સમર્થન આપવા બદલ પોતાના સહ-કલાકારો જુનિયર એનટીઆર, ચિરંજીવી, વિજય દેવરકોંડા અને ખુશ્બૂનો આભાર વ્યક્ત કર્યો. ટેક્નોલોજીનો દુરુપયોગ જાતીય ઉત્પીડન સમાન જાહ્નવી કપૂરે પોતાના નિવેદનમાં લખ્યું કે, 'મહિલાઓને માત્ર એક વસ્તુ તરીકે દર્શાવવી અને તેમની સંમતિ વિના એડિટેડ કન્ટેન્ટ ફેલાવવું અત્યંત ગંભીર બાબત છે. આ ગુનાહિત કૃત્ય લગભગ જાતીય ઉત્પીડન સમાન છે.' તેણે કહ્યું કે, 'ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લગભગ દરેક મહિલાએ કોઈ ને કોઈ રીતે આ સમસ્યાનો સામનો કર્યો છે. હવે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર સામાન્ય મહિલાઓ પણ દરેક જગ્યાએ તેનો ભોગ બની રહી છે.' મહિલાની સંમતિ અને ઇચ્છાનું સન્માન થવું જોઈએ એક્ટ્રેસે મહિલાઓની પસંદગી અને તેમના શરીર પ્રત્યે સન્માન આપવાની વાત કરી. તેણે કહ્યું કે, 'જો કોઈ મહિલા પાંચ દિવસ ‘હા’ કહે અને છઠ્ઠા દિવસે ‘ના’ કહે, તો તે ‘ના’નું સન્માન થવું જોઈએ.' 'મિનીસ્કર્ટ પહેરવાનો અર્થ એ નથી કે કોઈ તેના નીચે કેમેરો મૂકે અથવા તેના શરીરનો ખોટો ઉપયોગ કરે. મહિલા કઈ બાબતમાં સહજ છે અને પોતાની મર્યાદા ક્યાં નક્કી કરે છે, તેનો નિર્ણય સંપૂર્ણપણે તેનો જ હોવો જોઈએ.' ‘તમારી દીકરીઓને બચાવો’ને બદલે વિચાર બદલવાની જરૂર જાહ્નવીએ આગળ કહ્યું કે, 'ઑનલાઇન અને ઑફલાઇન બંને જગ્યાએ મહિલાઓને સીમાઓના ઉલ્લંઘનનો સામનો કરવો પડે છે. લોકોને માત્ર પોતાની દીકરીઓની સુરક્ષા કરવાની વાત કરવાને બદલે પોતાની વિચારસરણી બદલવી પડશે. સમાજે એવી માનસિકતા વિકસાવવાની જરૂર છે, જે લોકોને અન્ય લોકોની ગોપનીયતા અને સીમાઓનું ઉલ્લંઘન કરતા રોકે.' જુનિયર એનટીઆર અને સીનિયર કલાકારોનો આભાર માન્યો જાહ્નવીએ પોતાના કો-સ્ટાર જુનિયર એનટીઆરનો ખાસ આભાર માન્યો, જેણે આ વાયરલ વીડિયો વિરુદ્ધ જાહેરમાં કડક નિવેદન આપ્યું હતું. જાહ્નવીના જણાવ્યા મુજબ, મોટા સ્ટાર્સનું આવું વલણ આ પ્રકારના વર્તનથી પીડિત તમામ મહિલાઓને હિંમત આપે છે. તેણે આ મામલે એકતા દર્શાવવા બદલ દિગ્ગજ અભિનેતા ચિરંજીવી, વિજય દેવરકોંડા અને ખુશ્બૂ સુંદરનો પણ આભાર માન્યો. મોર્ફ્ડ વીડિયો બનાવનારાઓને ચેતવણી આપી હતી તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની એક પોસ્ટમાં લખ્યું, 'આ અત્યંત ઘૃણાસ્પદ, શરમજનક અને નિંદનીય છે. જે દેશમાં મહિલાઓને માતા અને દેવી તરીકે સન્માન આપવામાં આવે છે અને ‘માતૃદેવો ભવ’ આપણી સંસ્કૃતિનો ભાગ છે, ત્યાં કેટલાક લોકો AIનો ઉપયોગ કરીને એક મહિલાનું આ રીતે અપમાન કરી રહ્યા છે.' મોર્ફ્ડ વીડિયો બનાવનારાઓને ચેતવણી જુનિયર NTRએ મોર્ફ્ડ ‘ચુટ્ટામલ્લે’ વીડિયો બનાવનારાઓ અને તેને ફેલાવનારાઓને કડક ચેતવણી આપી. તેણે લખ્યું કે, ‘‘ચુટ્ટામલ્લે’નો આ મોર્ફ્ડ વીડિયો બનાવનારાઓ અને ફેલાવનારાઓ વિરુદ્ધ હું શક્ય તમામ કાયદેસરની કાર્યવાહી કરીશ. હું તેમાંથી કોઈને પણ છોડીશ નહીં.’ એક્ટરે લોકોને આવા કન્ટેન્ટને પ્રોત્સાહન ન આપવાની અપીલ કરી. તેણે લખ્યું, 'હું લોકોને અપીલ કરું છું કે આવા કન્ટેન્ટને ન જુએ, ન શેર કરે અને ન તો તેના પર પ્રતિક્રિયા આપે. આજે આવું કોઈ અન્ય વ્યક્તિ સાથે થયું છે, કાલે તમારી માતા, બહેન, પત્ની અથવા દીકરી પણ તેનો ભોગ બની શકે છે.' તેણે આગળ લખ્યું, 'આ અત્યંત ગંભીર મામલો છે. હું તમામ રાજ્ય સરકારો અને ભારત સરકારને અપીલ કરું છું કે AIના દુરુપયોગ સામે કડક નિયમો બનાવવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે.' વિજય દેવરકોન્ડાએ વીડિયો પર નારાજગી વ્યક્ત કરી વિજય દેવરકોન્ડાએ ‘ચુટ્ટામલ્લે’ના ડીપફેક વીડિયો પર નારાજગી વ્યક્ત કરતાં તેને અત્યંત ગંભીર મામલો ગણાવ્યો. તેણે કહ્યું કે, વીડિયો બનાવનારાઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને તેમને બક્ષવા ન જોઈએ. તેણે પ્રશ્ન ઉઠાવ્યો કે, લોકો એકબીજાને નીચા દેખાડવા બાબતે આટલા અસંવેદનશીલ કેવી રીતે બની ગયા છે. વિજયે કહ્યું કે લોકોની નોકરી જવાની ચિંતા વચ્ચે AIનો ઉપયોગ આ પ્રકારની બકવાસ માટે કરવામાં આવી રહ્યો છે. તેણે આ પ્રકારના ડીપફેકને ડિજિટલ રીતે જાતીય ઉત્પીડન સમાન ગણાવ્યું અને કહ્યું કે કાયદાએ આવા મામલાઓને અત્યંત ગંભીરતાથી લેવા જોઈએ. ચિરંજીવીએ કહ્યું- ‘આજે કોઈ અન્ય સાથે થયું છે, કાલે આપણી સાથે પણ થશે’ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર ચિરંજીવીએ પણ AIના ખોટા ઉપયોગની નિંદા કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે આવા કન્ટેન્ટને ક્રૂર, શરમજનક અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યું. તેમણે કહ્યું કે, 'આ માત્ર કોઈ એક મહિલા અથવા ફિલ્મ સાથે જોડાયેલો મામલો નથી. આજે કોઈ અન્ય સાથે થયું છે, કાલે આ તમારી, મારી અથવા કોઈ ઓળખીતાની સાથે પણ થઈ શકે છે.' ચિરંજીવીએ કહ્યું કે, 'આવા વીડિયો બનાવનારાઓ અને તેમને જાણીજોઈને ફેલાવનારાઓ સામે કાયદા હેઠળ કાર્યવાહી થવી જોઈએ.' તેમણે તેને મજાક કે મનોરંજન માનવાનો પણ ઇનકાર કર્યો. તેમણે તેલુગુ ફિલ્મ ચેમ્બર, પ્રોડ્યુસર્સ કાઉન્સિલ અને ઉદ્યોગની સંસ્થાઓ સાથે મળીને એક કમિટી અને સપોર્ટ સેલ બનાવવાની વાત કરી. આ ટીમ સાયબર ક્રાઇમ અધિકારીઓ સાથે મળીને કામ કરશે. તેમણે લોકોને વીડિયો જોવાને, ડાઉનલોડ કરવાને અથવા શેર કરવાને બદલે સંબંધિત પ્લેટફોર્મ અને સાયબર ક્રાઇમ અધિકારીઓને રિપોર્ટ કરવાની અપીલ કરી. ઘણા સેલેબ્સની AI-જનરેટેડ પોસ્ટ્સ બની ચૂકી છે ઉલ્લેખનીય છે કે, ઘણા સેલિબ્રિટીઝ AI-જનરેટેડ કન્ટેન્ટનો ભોગ બની ચૂક્યા છે, જેમાં રશ્મિકા મંદાના, નોરા ફતેહી અને માધુરી દીક્ષિત જેવા નામો સામેલ છે. મે 2026માં ફેક AIથી બનાવાયેલા વીડિયો અને તસવીરોને લઈને સાઉથ એક્ટ્રેસ રુક્મિણી વસંત ભડકી ઊઠી હતી. રુક્મિણીએ એક્સ અકાઉન્ટ પર એક નોંધ શેર કરીને લખ્યું હતું, 'મારી ટીમ અને મેં સોશિયલ મીડિયા પર એઆઈ દ્વારા બનાવવામાં આવેલી કેટલીક તસવીરો જોઈ છે, જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મારી છે. હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે આ તસવીરો સંપૂર્ણપણે ખોટી અને બનાવટી છે. આવી એડિટેડ તસવીરો બનાવવી અને ફેલાવવી અત્યંત બેજવાબદાર વર્તન છે. આ કોઈની પ્રાઇવસીનું પણ ગંભીર ઉલ્લંઘન છે.' તેણે આગળ લખ્યું હતું, 'અમે આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. આ તસવીરો બનાવનારાઓ અને ફેલાવનારાઓ વિરુદ્ધ કાનૂની અને સાયબર ક્રાઇમ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. હું સૌને અપીલ કરું છું કે આવા કન્ટેન્ટને શેર ન કરો અને ન તો તેને પ્રોત્સાહન આપો.' મે 2026માં જ માધુરી દીક્ષિતનો એક રિવીલિંગ બ્લેક ડ્રેસવાળો વીડિયો વાયરલ થયો હતો, જેને બાદમાં ફેક્ટ ચેક અને ટ્વિટર (X)ના કમ્યુનિટી નોટ દ્વારા AI-જનરેટેડ અને સંપૂર્ણપણે નકલી જાહેર કરવામાં આવ્યો હતો. નવેમ્બર 2023માં રશ્મિકાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ કાળા રંગનાં કપડાં પહેરીને લિફ્ટની અંદર જતાં જોવા મળી હતી. આ વીડિયો સંપૂર્ણપણે નકલી હતો. મૂળ વીડિયો બ્રિટિશ-ભારતીય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જારા પટેલનો હતો. AI ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જારાના ચહેરાની જગ્યાએ રશ્મિકાનો ચહેરો લગાવી દેવામાં આવ્યો હતો. આ મામલે દિલ્હી પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી હતી. જાન્યુઆરી 2024માં નોરા ફતેહીનો પણ એક નકલી વીડિયો સામે આવ્યો હતો, જેમાં એક ક્લોથિંગ બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ માટે તેના ચહેરા અને અવાજનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેણે પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેના નકલી હોવાની પુષ્ટિ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    IT વિભાગના દરોડા અંગે રકુલ પ્રીત સિંહની સ્પષ્ટતા:તેના સ્થળોએ રેડ ન પાડ્યાનો દાવો, કહ્યું- 'મારું આર્મ ફોર્સનું બેકગ્રાઉન્ડ, 20 વર્ષની ઉંમરથી ટેક્સ ભરું છું'
    Next Article
    મમતા બેનર્જીએ ત્રણ ડૉક્ટરોને કાનૂની નોટિસ મોકલી:મેડિકલ રેકોર્ડ જાહેર થવા પર પૂછ્યું- દસ્તાવેજો સુવેન્દુ અધિકારી સુધી કેવી રીતે પહોંચ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment