Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાની ક્રિકેટરની ઝેરીલી જીભ:હસન નવાઝે કહ્યું, 'ઇન્ડિયાના દરેક બોલરને છોડવો નથી, બધાથી નફરત છે', યુઝર્સે ટ્રોલ કરતા કહ્યું- 'હારીને પણ ખુશ થાય એ પાકિસ્તાનીઓ'

    7 hours ago

    'ભારતીય બોલરોથી સખત નફરત છે': પાકિસ્તાની બેટર હસન નવાઝનું વિવાદાસ્પદ નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે રોષ પાકિસ્તાનના યુવા બેટર હસન નવાઝનો એક જૂનો ઇન્ટરવ્યૂ હાલ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવ્યો છે. એશિયન ગેમ્સની ફાઇનલ મેચ બાદ વાયરલ થયેલા આ વીડિયોમાં હસન નવાઝે ભારતીય બોલરો વિરુદ્ધ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જૂના ઇન્ટરવ્યૂમાં આપ્યું હતું આપત્તિજનક નિવેદન આ સમગ્ર વિવાદ પાકિસ્તાની પત્રકાર કાદિર ખ્વાજા સાથેના એક ઈન્ટરવ્યૂ સાથે જોડાયેલો છે, જે એશિયન ગેમ્સ પૂર્વે રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વાતચીત દરમિયાન જ્યારે હસન નવાઝને પૂછવામાં આવ્યું કે તેઓ વિશ્વના કયા બોલર સામે આક્રમક બેટિંગ કરવાનું પસંદ કરશે, ત્યારે તેમણે કોઈ ચોક્કસ ખેલાડીનું નામ આપવાને બદલે સીધું ટીમ ઇન્ડિયાને નિશાન બનાવ્યું હતું. હસન નવાઝે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું: "ઇન્ડિયાની ટીમ સામે અમે ચોક્કસ એવું વિચારીએ છીએ કે આ બોલરને ટાર્ગેટ કરવો છે. તેમના દરેક બોલર પ્રત્યે નફરત છે, સીધી વાત છે." ખેલભાવનાથી વિપરીત કરવામાં આવેલા આ નિવેદનનો વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટ ચાહકોએ તીખી પ્રતિક્રિયા આપી છે. 96 રનની ઇનિંગ છતાં ટીમનો પરાજય ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ મેચમાં હસન નવાઝે ભારતીય બોલિંગ આક્રમણ સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે એકલા હાથે લડત આપતાં 96 રનની ઇનિંગ્સ રમી હતી. જોકે, પાકિસ્તાન તરફથી અન્ય કોઈ બેટર ખાસ યોગદાન આપી શક્યો નહોતો અને બીજો સર્વોચ્ચ સ્કોર માત્ર 29 રન રહ્યો હતો. હસન નવાઝની આ ઇનિંગ્સ છતાં પાકિસ્તાનને 19 રને હારનો સામનો કરવો પડ્યો હતો અને ભારતે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જુઓ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલિંગ મેચ પૂર્ણ થયા બાદ યુઝર્સે હસન નવાઝનો આ જૂનો વીડિયો ફરી શેર કરવાનું શરૂ કર્યું હતું. રમતગમતના મંચ પર નફરતભર્યા શબ્દોના પ્રયોગ બદલ ફેન્સ તેની આકરી ટીકા કરી રહ્યા છે, જ્યારે અનેક ક્રિકેટ સમીક્ષકોનું માનવું છે કે વ્યાવસાયિક સ્તરે રમતા ખેલાડીઓએ મેદાનની બહાર પણ ભાષાની મર્યાદા જાળવવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    299 में 4G Phone और 6 महीने का Recharge FREE, Jio ने मचा दी धूम! Jio Bharat 4g Phone |Free Recharge
    Next Article
    IT વિભાગના દરોડા અંગે રકુલ પ્રીત સિંહની સ્પષ્ટતા:તેના સ્થળોએ રેડ ન પાડ્યાનો દાવો, કહ્યું- 'મારું આર્મ ફોર્સનું બેકગ્રાઉન્ડ, 20 વર્ષની ઉંમરથી ટેક્સ ભરું છું'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment