Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત અને જિહાદ:કચ્છમાં ISISની વિચારધારા ફેલાવનાર ઝડપાયો, જૂનથી ગુજરાતમાં વસતી ગણતરી, ધો.10-12ના પરિણામની તારીખ જાહેર

    14 hours ago

    રાજ્યમાં જૂન મહિનાથી વસતી ગણતરીનો પ્રારંભ થશે ગુજરાતમાં જૂન મહિનાથી વસતી ગણતરીનો પ્રારંભ થશે. પ્રથમ તબક્કામાં દરેક ઘરની માહિતી એકત્ર કરાશે. પરિવારદીઠ 33 સવાલો પૂછવામાં આવશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ધોરણ 12નું 4 મે અને ધોરણ 10નું 6 મેએ પરિણામ ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ ત્રણેય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 4 મેના રોજ જાહેર થશે. જ્યારે ધોરણ 10નું પરિણામ 6 મેના જાહેર કરાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મેયર સહિતના પદાધિકારીઓ માટે સેન્સ લેવાનું શરૂ તમામ 15 મનપામાં જીત મેળવ્યા બાદ ભાજપે મેયર સહિતના પદાધિકારીઓ નક્કી કરવા માટે સેન્સ લેવાનું શરૂ કર્યું છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 4, 5 અને 6 મે એમ ત્રણ દિવસ ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી શકે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ISISની વિચારધારા ફેલાવનાર શખસની ધરપકડ SOGએ ભુજના લોડાઈ ગામથી ISISની વિચારધારા ફેલાવનાર શખસની ધરપકડ કરી છે. આરોપી ફકીરમામદ ઈસા ગગડા ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત તેમજ જિહાદ કરવા એકઠા થવાની પોસ્ટ મુકતો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો SBI લૂંટમાં પોલીસને મહત્વની કડી હાથ લાગી સુરત SBI લૂંટમાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. પોલીસને ગોથે ચડાવવા આરોપીઓ NH-48 પરથી કન્યાસી ગામમાં ઘૂસ્યા હતા અને દોઢ કિમી અંદર ખેતરમાં ત્રણ બાઇક ફેંકી ફરાર થઈ ગયા હતા. પોલીસે ત્રણેય બાઈક જપ્ત કર્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દિલ્હીથી આશરે 1300 શ્રદ્ધાળુ સોમનાથ પહોંચ્યા 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત દિલ્હીથી આશરે 1300 શ્રદ્ધાળુ સોમનાથ પહોંચ્યા. તામામે ગંગાજળથી અભિષેક અને દીવડા સાથે સામૂહિક આરતી કરી ધન્યતા અનુભવી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 43.3 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર 43.3 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. રાજકોટ,ગાંધીનગર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ડમ્પરે LTના એન્જિનિયરનો ભોગ લીધો સુરતના રસ્તાઓ પર બેફામ દોડતા ડમ્પરે 28 વર્ષના LTના એન્જિનિયરનો ભોગ લીધો. તો સોમનાથથી દ્વારકા જતી ભાવનગરના શ્રદ્ધાળુઓની બસ પલટી જતા બે લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સુરતના સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સોમનાથના અકસ્માતના સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કાર બસ પાછળ ઘૂસી જતા સુરતના કોન્સ્ટેબલનું મોત વડોદરાના પાદરા પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક કાર બસ પાછળ ઘૂસી જતા સુરતના કોન્સ્ટેબલનું મોત નિપજ્યું. મૃતકની ઓળખ SOGમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભરતભાઈ દેસાઈ તરીકે થઈ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પોલીસની ગાડી પર બેસી વીડિયો બનાવ્યો અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પોલીસની ગાડી પર બેસી 'તું ખીચ મેરી ફોટો'ના ગીત સાથે વીડિયો બનાવ્યો. વીડિયો વાઈરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ડમ્પરનો કહેર, એન્જિ.નું મોત; મંત્રીની કાર પર માટી પડી:ટાયર ફરી વળ્યાના CCTV, દીકરાના મોતથી માતાનો આક્રંદ; કહ્યું-'બેટા, તારા તો લગ્ન કરાવવાના હતા'
    Next Article
    જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ નક્કી કરવા કવાયત:ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, આવતીકાલે જિ.પં.ના પ્રમુખ પદના દાવેદારોને સાંભળવામાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment