Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ નક્કી કરવા કવાયત:ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, આવતીકાલે જિ.પં.ના પ્રમુખ પદના દાવેદારોને સાંભળવામાં આવશે

    21 hours ago

    ​જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના આગામી અઢી વર્ષના શાસન માટે પ્રમુખ પદના નામો નક્કી કરવા ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજથી બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, જેમાં પક્ષના વરિષ્ઠ નિરીક્ષકો દ્વારા પાયાના કાર્યકરો અને હોદ્દેદારોનો મિજાજ પારખવામાં આવી રહ્યો છે. નિરીક્ષકો દ્વારા સંભવિતોને સાંભળવામાં આવ્યા ​પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી નિરીક્ષકોની ટીમમાં પૂર્વ સાંસદ જયસિંહ ચૌહાણ, પૂર્વ મહામંત્રી કનુભાઈ દેસાઈ અને પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ ડો. ઉર્વશીબેન પંડ્યાનો સમાવેશ થાય છે. આજે પ્રથમ દિવસે જૂનાગઢ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો અને કેશોદ નગરપાલિકા માટે સેન્સ લેવામાં આવી હતી. નિરીક્ષકોએ દરેક તાલુકાના ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે વ્યક્તિગત અને સામુહિક ચર્ચા કરી હતી. આજે તાલુકાની આવતીકાલે જિલ્લા પંચાયત માટે દાવેદારોના સાંભળાશે​ આજે તાલુકા સ્તરે કામગીરી પૂર્ણ કર્યા બાદ, આવતીકાલે એટલે કે બીજા દિવસે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટેના દાવેદારોને સાંભળવામાં આવશે. જિલ્લા પંચાયતનું પદ પ્રતિષ્ઠાનો જંગ હોવાથી તેમાં અનેક દિગ્ગજોએ પોતાની દાવેદારી નોંધાવી હોવાનું મનાય છે. નિરીક્ષકો તમામ દાવેદારોની રજૂઆત સાંભળીને એક પેનલ તૈયાર કરશે, જે અંતિમ નિર્ણય માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે. ​સેન્સ પ્રક્રિયા દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રમુખ પદ માટે પસંદગી કરતી વખતે જ્ઞાતિગત સમીકરણો, કાર્યકરની પક્ષ પ્રત્યેની વફાદારી અને આગામી ચૂંટણીઓમાં પક્ષને મજબૂત કરવાની ક્ષમતા જેવા પરિબળોને ધ્યાને લેવામાં આવી રહ્યા છે. માણાવદર,વંથલી,માંગરોળ,માળીયા કેશોદ અને મેંદરડા નગરપાલિકામાં સત્તાનું સુકાન કોના હાથમાં જશે તેને લઈને કાર્યકરોમાં અનેક અટકળો વહેતી થઈ છે. ​ભાજપ કાર્યાલય ખાતે દાવેદારો પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નિરીક્ષકો સમક્ષ પોતાનું પલ્લું ભારે કરવા માટે અનેક સભ્યોએ પોતાની કામગીરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષ એવા ચહેરાઓની શોધમાં છે જે વિવાદોથી દૂર હોય અને સંગઠનને સાથે રાખીને ચાલી શકે.​આ બે દિવસની મથામણ બાદ હવે સૌની નજર પ્રદેશ હાઈકમાન્ડ પર ટકેલી છે કે જૂનાગઢ તાલુકા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે કોના પર કળશ ઢોળવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત અને જિહાદ:કચ્છમાં ISISની વિચારધારા ફેલાવનાર ઝડપાયો, જૂનથી ગુજરાતમાં વસતી ગણતરી, ધો.10-12ના પરિણામની તારીખ જાહેર
    Next Article
    અશ્લીલ ફોટો વાયરલ થવાની ધમકીથી પરિણીતાનો આપઘાત:ગોધરામાં કાકાજી સસરા સામે આક્ષેપ; બે સંતાનની માતા સુસાઈડ નોટ લખી પંખે લટકી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment