Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IRCTC દ્વારા “પંચ મહાતીર્થ દર્શન યાત્રા”:દેશના પાંચ મહાતીર્થો જેવા કે પુરી, કામાખ્યા મંદિર, ગયા, વારાણસી અને અયોધ્યાના દિવ્ય દર્શનનો લ્હાવો

    3 days ago

    ભારતીય રેલવે અને આઈ.આર.સી.ટી.સી. (IRCTC) દ્વારા “એક ભારત શ્રેષ્ઠ ભારત” અને “દેખો અપના દેશ” અંતર્ગત દેશના પવિત્ર ધામોના દર્શન કરાવવા માટે ખાસ ‘ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા પંચ મહાતીર્થ દર્શન યાત્રા’ શરૂ કરવામાં આવી રહી છે. આ વિશેષ ટ્રેન 29 ઓગસ્ટ 2026 થી 10 સપ્ટેમ્બર 2026 દરમિયાન 12 રાત્રી / 13 દિવસ) રાજકોટથી પ્રસ્થાન કરશે. આ યાત્રા દરમિયાન મુસાફરોને દેશના પાંચ મહાતીર્થો જેવા કે પુરી, કામાખ્યા મંદિર, ગયા, વારાણસી અને અયોધ્યાના દિવ્ય દર્શનનો લહાવો મળશે. બોર્ડિંગ પોઇન્ટ્સ (ટ્રેનમાં બેસવાના સ્થળો) આ યાત્રા માટે મુસાફરો નીચે મુજબના સ્ટેશનો પરથી ટ્રેનમાં બેસી શકશે, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી (સેન્ટ્રલ જેલ સાઈડ), નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન અને સંત હિરદારામ નગર. ટ્રેનની વિશેષ સુવિધાઓ IRCTC પશ્ચિમ ઝોનના અમદાવાદના રીજનલ મેનેજરના જણાવ્યા અનુસાર મુસાફરોની આરામદાયક અને સુરક્ષિત મુસાફરી માટે નીચે મુજબની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જેમાં આધુનિક કિચન કાર દ્વારા મુસાફરોને સીટ પર જ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે., ભજન-કીર્તન અને મુસાફરીની માહિતી માટે વિશેષ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ., દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા. તથા બસ દ્વારા પ્રવાસ સ્થળોની મુલાકાત, બજેટ હોટેલોમાં રહેવાની વ્યવસ્થા, ગાઇડ અને અકસ્માત વીમો વગેરે. ટૂર પેકેજની કિંમત અને શ્રેણીઓ પ્રવાસ માટે મુસાફરોની સુવિધા અનુસાર ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, શ્રેણી (Class) પ્રતિ વ્યક્તિ દર (રૂપિયામાં છે જેમાં ઇકોનોમી ક્લાસ (સ્લીપર)રૂ.24,200, સ્ટાન્ડર્ડ ક્લાસ (3AC) રૂ.40,100 તથા સ્ટાન્ડર્ડ ક્લાસ (2AC) રૂ.49,500 પ્રતિ વ્યક્તિ દર રહેશે.. આ પ્રવાસમાં IRCTC દ્વારા LTC સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, આ ટૂર પેકેજનું બુકિંગ શરૂ થઈ ગયું છે. મુસાફરો ઓનલાઈન બુકિંગ માટે “બુક કરો EMI રૂ.850 પ્રતિ માસ” નો લાભ પણ લઈ શકે છે અથવા ઓનલાઈન વેબસાઇટ www.irctctourism.com અમદાવાદ કાર્યાલય સરનામું: 502, 5મો માળ, પેલિકન બિલ્ડીંગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, આશ્રમ રોડ, અમદાવાદ તથા વડોદરા સંપર્ક: આઈ.આર.સી.ટી.સી. સુવિધા કેન્દ્ર, પ્લેટફોર્મ નં.1 વડોદરા રેલવે સ્ટેશન બુકીંગ કરાવી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા એરપોર્ટ પર એર કાર્ગો સેવાનો આજથી પ્રારંભ:26 મહિના બાદ પુનઃ પ્રારંભ, સ્થાનિક ઉદ્યોગોને સુવિધા મેળવવા માટે 100 કિમીનો ફેરો બચશે
    Next Article
    પોરબંદરમાં ભારે વરસાદની આગાહી:બિનજરૂરી બહાર ન નીકળવા અને જોખમી સ્થળોથી દૂર રહેવા કલેકટરની અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment