Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા એરપોર્ટ પર એર કાર્ગો સેવાનો આજથી પ્રારંભ:26 મહિના બાદ પુનઃ પ્રારંભ, સ્થાનિક ઉદ્યોગોને સુવિધા મેળવવા માટે 100 કિમીનો ફેરો બચશે

    3 days ago

    વડોદરા અને મધ્ય ગુજરાતના ઉદ્યોગોની લાંબા સમયની માંગણીનો આખરે અંત આવ્યો છે. વડોદરા એરપોર્ટ ખાતેથી પ્રથમ તબક્કે ઇન્ડિગો એરલાઇન્સના માધ્યમથી એર કાર્ગો સુવિધાની વિધિવત રીતે આજથી પુનઃ શરૂઆત કરવામાં આવી છે, જેનાથી સ્થાનિક વેપાર અને ઉદ્યોગ જગતને નવો વેગ મળશે. વર્ષ 2024ના એપ્રિલ માસમાં આ સેવા કેટલાક સિક્યુરિટી કારણોસર બંધ થઈ હતી જે ફરી શરૂ થતા ઉદ્યોગ કારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગ્લીચ દૂર કરીને સેવા પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવાયો આ અંગે સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, આ સુવિધા શરૂ કરવા માટે તેમના દ્વારા લાંબા સમયથી સંસદમાં તેમજ નાગરિક ઉડ્ડયન મંત્રી સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. ગત 17મી તારીખે નાગરિક ઉડ્ડયન મંત્રીની અધ્યક્ષતામાં વડોદરા ખાતે યોજાયેલી વિશેષ બેઠકમાં FGI (ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ)ના પ્રતિનિધિઓ અને એરપોર્ટ એડવાઇઝરી કમિટી સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કાર્ગો સેવા વચ્ચે અટકેલી તકનીકી બાબતો અને ગ્લીચ દૂર કરીને સેવા પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. સ્થાનિક ઉદ્યોગોને સુવિધા મેળવવા માટે 100 કિમીનો ફેરો બચશે વધુમાં કહ્યું કે, અગાઉ જ્યારે વડોદરામાં કાર્ગો સુવિધા ઉપલબ્ધ હતી, ત્યારે રૂ.1 કરોડ સુધીનું ટ્રાન્ઝેક્શન થતું હતું. હાલના સમયમાં આ માંગમાં ખૂબ જ વધારો થયો છે. અગાઉ સ્થાનિક ઉદ્યોગોને એર કાર્ગો સુવિધા મેળવવા માટે 100 કિલોમીટરથી પણ વધુ દૂર જવું પડતું હતું, પરંતુ હવે સ્થાનિક સ્તરે જ આ સેવા ઉપલબ્ધ થતાં સમય અને ખર્ચ બંનેની બચત થશે. આનાથી વડોદરા નવી ઇન્ડસ્ટ્રીઝ માટે એક અનુકૂળ અને પસંદગીનો જિલ્લો બનશે. ફ્લાઇટ્સની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતાઓ એર કાર્ગો સુવિધા શરૂ થવાથી માત્ર ઉદ્યોગોને જ નહીં, પરંતુ વડોદરા એરપોર્ટથી ચાલતી ફ્લાઇટ્સની સંખ્યામાં પણ વધારો થવાની પૂરતી શક્યતાઓ છે. આગામી દિવસોમાં અન્ય એરલાઇન્સ પણ પોતાની કાર્ગો સેવાઓ અહીંથી શરૂ કરશે, જેનાથી એક સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થશે અને વેપારીઓને વધુ સારા દરો તથા સેવાઓનો લાભ મળી શકશે.
    Click here to Read More
    Previous Article
    કાશ્મીરમાં છત્તીસગઢના હિંદુ મજૂરોની નામ પૂછીને હત્યા:લશ્કર આતંકી પર શંકા; અનંતનાગમાં કોન્સ્ટેબલની હત્યામાં પણ તેનું નામ આવ્યું હતું
    Next Article
    IRCTC દ્વારા “પંચ મહાતીર્થ દર્શન યાત્રા”:દેશના પાંચ મહાતીર્થો જેવા કે પુરી, કામાખ્યા મંદિર, ગયા, વારાણસી અને અયોધ્યાના દિવ્ય દર્શનનો લ્હાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment