Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં ભારે વરસાદની આગાહી:બિનજરૂરી બહાર ન નીકળવા અને જોખમી સ્થળોથી દૂર રહેવા કલેકટરની અપીલ

    3 days ago

    ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જિલ્લાના નાગરિકોને સાવચેતી રાખવા અને જિલ્લા તંત્ર તેમજ હવામાન વિભાગ દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે. બિનજરૂરી બહાર ન નીકળવા અને જોખમી સ્થળોથી દૂર રહેવા અનુરોધ કલેક્ટરે જણાવ્યું છે કે ભારે વરસાદ દરમિયાન અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવું જોઈએ. ખાસ કરીને નદી, ચેકડેમ, તળાવ, દરિયાકિનારા તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું જરૂરી છે, કારણ કે આવા સ્થળોએ અકસ્માતની સંભાવના વધી જાય છે. નાગરિકોને પોતાની અને પરિવારની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. જરૂરી સામગ્રી અગાઉથી તૈયાર રાખવાની સલાહ ભારે વરસાદને કારણે અચાનક ઊભી થતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ઘરમાં અનાજ, પીવાનું પાણી, જરૂરી દવાઓ, ટોર્ચ, મોબાઇલ ચાર્જર અને પાવર બેંક જેવી આવશ્યક સામગ્રી અગાઉથી ઉપલબ્ધ રાખવાની પણ અપીલ કરવામાં આવી છે, જેથી કોઈપણ ઇમરજન્સી સમયે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. વીજળીના જોખમોથી સાવચેત રહેવા સૂચના કલેક્ટરે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા રસ્તાઓ પરથી વાહન ન ચલાવવા, વીજળીના થાંભલા, તૂટેલા વીજ વાયરો તેમજ જોખમી વૃક્ષોથી સુરક્ષિત અંતર જાળવવા જણાવ્યું છે. સાથે જ મોબાઇલ ફોન સંપૂર્ણ ચાર્જ રાખવાની સલાહ આપવામાં આવી છે, જેથી જરૂરિયાત સમયે સંપર્ક કરવામાં કોઈ અડચણ ન આવે. અફવાઓથી દૂર રહેવા અને ઇમરજન્સીમાં તાત્કાલિક સંપર્ક કરવાની અપીલ જિલ્લા કલેક્ટરે નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરવા તેમજ કોઈપણ પ્રકારની અફવા પ્રસારિત ન કરવાની અપીલ કરી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ, ફાયર બ્રિગેડ અથવા જિલ્લા કંટ્રોલ રૂમના 1077, 2220800 અને 2220801 નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા તંત્રે નાગરિકોને સતર્ક રહી સહકાર આપવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    IRCTC દ્વારા “પંચ મહાતીર્થ દર્શન યાત્રા”:દેશના પાંચ મહાતીર્થો જેવા કે પુરી, કામાખ્યા મંદિર, ગયા, વારાણસી અને અયોધ્યાના દિવ્ય દર્શનનો લ્હાવો
    Next Article
    સ્તન કેન્સર સ્ક્રિનિંગ ક્લિનિક લોકાર્પણ:મહિલાઓના સ્વાસ્થ્ય રક્ષણ માટે સન ફાર્મા અને સિવિલ હોસ્પિટલનો વિશિષ્ટ સેવાયજ્ઞ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment