Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કલેક્ટર કોર્ટમાં ‘ઓપન કોર્ટ’ પદ્ધતિ અમલી:iRCMS પોર્ટલ અને SMS સેવાથી કેસ પ્રક્રિયા બનશે વધુ ઝડપી અને પારદર્શક

    1 week ago

    મોરબી કલેક્ટર કોર્ટમાં ન્યાયિક અને મહેસૂલી કેસોની કામગીરીને વધુ ઝડપી, સરળ અને પારદર્શક બનાવવા માટે ‘ઓપન કોર્ટ’ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. આ સાથે, iRCMS પોર્ટલ અને SMS સેવા દ્વારા કેસ પ્રક્રિયાને વધુ પ્રજાભિમુખ બનાવવામાં આવી રહી છે. કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ આ હકારાત્મક અભિગમ અપનાવાયો છે. મહેસૂલી અપીલ-રિવિઝન કેસ, જમીન શાખાના શરતભંગના કેસ તેમજ મેજિસ્ટ્રિયલ શાખાના ટેલિગ્રાફ એક્ટ અંતર્ગતના તમામ કેસમાં હવે ‘ઓપન કોર્ટ’ પદ્ધતિ લાગુ પડશે. કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે, કોર્ટની કામગીરીમાં પારદર્શિતા લાવવી અને પેન્ડિંગ કેસનો ઝડપી નિકાલ કરવો એ જ ‘ઓપન કોર્ટ’નો મુખ્ય હેતુ છે. આ અભિગમથી વાદી અને પ્રતિવાદી બંને પક્ષોને પૂરતો ન્યાય મળશે. આ નવતર વ્યવસ્થા અંતર્ગત, તમામ પક્ષકારોને ઓપન કોર્ટમાં રૂબરૂ સાંભળવામાં આવે છે. વાદી અને પ્રતિવાદી બંને પક્ષોને પોતાની રજૂઆત કરવાની સમાન અને પૂરતી તક આપવામાં આવે છે. સરકારની ડિજિટલ નીતિ અનુસાર, અપીલ અને રિવિઝનના કેસની તમામ પ્રક્રિયા iRCMS (Integrated Revenue Court Management System) પોર્ટલ પર ઓનલાઈન અપડેટ થાય છે. આ ટેકનોલોજી દ્વારા પક્ષકારો પોતાના કેસના સ્ટેજ અને આગામી તારીખોથી માહિતગાર રહી શકે છે. અરજદારોને મુદત અને નોટિસની જાણ નિયમિતપણે SMS દ્વારા સીધી તેમના મોબાઈલ પર કરવામાં આવે છે. આ સુધારાવાદી પ્રથા હેઠળ, સુનાવણી દરમિયાન જે કેસ ઠરાવ (જજમેન્ટ) ઉપર લેવાય છે, તેની અરજી મંજૂર કે નામંજૂર થયા અંગેની વિગત અને ઠરાવ પ્રસિદ્ધિની તારીખ ઓપન કોર્ટમાં જ જાહેર કરાય છે. નિયત તારીખે પક્ષકારોને ઓપન કોર્ટમાં રૂબરૂ જ હુકમની નકલ સોંપવામાં આવે છે. વહીવટી સુગમતા માટે, ઓપન કોર્ટમાં પ્રસિદ્ધ કરાયેલા હુકમની ફેરફાર નોંધ હક્કપત્રકે (રેવન્યુ રેકોર્ડમાં) હુકમના દિવસે જ દાખલ થઈ જાય તેવો આધુનિક અભિગમ અમલી કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    આસારામ આશ્રમ પાસે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ:પોલીસ અને AMCની ટીમને સ્થાનિકોએ ગામમાં ઘૂસવા ના દીધા, વિરોધ વધુ ઉગ્ર બન્યો
    Next Article
    ગુજરાત સાયન્સ સિટીમાં 'અશોક વન'નું નિર્માણ:વિશ્વ પર્યાવરણ દિવસે સીતા અશોકના વૃક્ષોનું વાવેતર શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment