Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી IPS અધિકારી ઝડપાયો:ટ્રાફિકમાં રકઝક કરી પોતે IPS હોવાની ઓળખ આપી પોલીસ કર્મચારી સાથે હાથાપાઈ કરી ધમકાવનાર ઝડપાયો

    12 घंटे पहले

    કાલુપુર રેલવે સ્ટેશન પર IPS અધિકારી સાથેના ફોટોગ્રાફ અને પરિચયનો રોફ જમાવી ફરજ પરના પોલીસકર્મીઓ સાથે ઉદ્ધતાઈ અને હાથાપાઈ કરનાર શખ્સને અમદાવાદ રેલવે પોલીસ અને એલસીબી પશ્ચિમની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે જોડાયેલ હોવાનું કહી રેલવે પોલીસ પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓને ગાળો આપી તેમની સાથે ઝપાઝપી કરી હતી તેમજ પોલીસ યુનિફોર્મમાં ખેંચતાણ કરીને “અહીંથી દૂર ટ્રાન્સફર કરાવી દઈશ” તેવી ધમકી પણ આપી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આ બનાવ અંગે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ એલસીબી પશ્ચિમ અને અમદાવાદ રેલવે પોલીસની સંયુક્ત ટીમે શોધખોળ હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. 23 જૂનના રોજ પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીની કાયદેસરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ (SPC) કાર્યક્રમ સાથે સંકળાયેલો હોવાથી અને કેટલાક ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં આવ્યાના કારણે તેનો ખોટો રોફ જમાવવાની ટેવ ધરાવતો હતો. હાલ આરોપી જોન ડેનિયલની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ચોથી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ મીટ:રિજનલ મીટ પૂર્વે નાયબ મુખ્યમંત્રીના હસ્તે 1432 કરોડની સહાય અર્પણ કરાઈ, 29-30 જૂનના રોજ યોજાશે વાયબ્રન્ટ સમિટ
    Next Article
    લાલપુર પોલીસની મોટી સફળતા:28 વર્ષથી ફરાર રૂ.5 હજારનો ઈનામી લૂંટારો મધ્ય પ્રદેશથી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment