Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોથી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ મીટ:રિજનલ મીટ પૂર્વે નાયબ મુખ્યમંત્રીના હસ્તે 1432 કરોડની સહાય અર્પણ કરાઈ, 29-30 જૂનના રોજ યોજાશે વાયબ્રન્ટ સમિટ

    11 hours ago

    વડોદરા શહેરમાં આ મહિનાના અંત ભાગમાં યોજાનારી મધ્ય ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુક્ષ્મ, લઘુ અને મધ્યક કક્ષાના 9171 સહિત કુલ 12908 ઉદ્યોગકારોને 1432.41 કરોડની સહાય અર્પણ કરી છે. આ સાથે જ, ઉદ્યોગકારો, ઔદ્યોગિક વિસ્તારોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરવાની તત્પરતા સંઘવીએ દર્શાવી હતી. ગુજરાતની ચોથી રિજનલ મીટ યોજાશે વાઇબ્રન્ટ ગુજરાતની આ ચોથી રિજનલ સમિટ સંદર્ભે ઉદ્યોગકારોના વિવિધ સંગઠનો અને પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં ઉપ મુખ્યમંત્રી સંઘવીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વિઝનથી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવીન ઉદ્યોગ નીતિથી દેશવિદેશના ઉદ્યોગોનું ગુજરાત તરફ આકર્ષણ વધી રહ્યું છે. આ ખૂબ જ સારી વાત છે. રાજ્યમાં નવીનત્તમ ઉદ્યોગો આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતના વેપારીઓ, ઉદ્યોગકારો હંમેશા નવીનત્તમ પ્રયોગો કરવામાં સફળ રહે છે. વેપાર અને ઉદ્યોગ ગુજરાતીઓના લોહીમાં વહે છે અને હંમેશા દેશદુનિયાને નવું નવું આપતા રહે છે. અહીંથી નિકાસમાં વૃદ્ધિ થતી રહે છે, એ આ બાબતની સૂચક છે. રાજ્ય સરકાર પણ વેપારઉદ્યોગને અનુકૂળ નીતિ અપનાવતી રહી છે. વાયબ્રન્ટ સમિટમાં ઉત્સાહભેર જોડાવા અપીલ સંઘવીએ જણાવ્યું કે, ઔદ્યોગિક વિસ્તાર, ઉદ્યોગકારોના પ્રશ્નોનું નિરાકરણ પણ સતત લાવવામાં આવે છે. આ માટે સતત કામ ચાલી રહ્યું છે. આવા પ્રશ્નો હોય તો મુદ્દાસર રીતે આપી શકાય છે. વડોદરામાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં ઉત્સાહભેર ભાગ લેવાનું નિમંત્રણ પાઠવતા ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે, અત્યાર સુધીમાં મહેસાણા, રાજકોટ અને સુરતમાં પ્રાદેશિક સમિટ યોજાઇ હતી. સમિટ પહેલા રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર સહાયનું વિતરણ કરવામાં આવે છે. વડોદરામાં સૌથી વધુ 1432 કરોડનું વિતરણ મહેસાણામાં 905 કરોડ, રાજકોટમાં 956 કરોડ, સુરતમાં 1344 કરોડની સહાયનું વિતરણ ઉદ્યોગકારોમાં કરવામાં આવ્યું છે. આ ત્રણે પ્રાંત કરતા વડોદરામાં સૌથી વધુ રૂ. 1432 કરોડનું વિતરણ થયું એ વડોદરામાં ઔદ્યોગિક વિકાસને દર્શાવે છે, એમ તેમણે ઉમેર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન એમએસએમઇ વિભાગ હેઠળ 9171 લાભાર્થીઓને રૂ 402.58 કરોડ, ટેક્સટાઇલ યોજના હેઠળ 3490 લાભાર્થીઓને રૂ. 471.62કરોડ, લાર્જ ઇન્ડસ્ટ્રીઝ હેઠળ 213 લાભાર્થીઓને રૂ. 523 કરોડ, અન્ય વિવિધ યોજના હેઠળ રૂ. 34 લાભાર્થીઓને રૂ. 35.06 કરોડની સહાય લાભો સંઘવીના હસ્તે આપવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કોફી, વાતચીત અને હત્યાનું પ્લાનિંગ...:પુણેના કેફેમાં બેઠેલા સિયા અને ચેતનનો VIDEO, ત્યાં જ ઘડ્યું કાવતરું; સિયા બોલી- લગ્નનો ઇનકાર કર્યો પણ કેતન ન માન્યો
    Next Article
    નકલી IPS અધિકારી ઝડપાયો:ટ્રાફિકમાં રકઝક કરી પોતે IPS હોવાની ઓળખ આપી પોલીસ કર્મચારી સાથે હાથાપાઈ કરી ધમકાવનાર ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment