Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ IPS રમેશ સવાણીને હાઈકોર્ટથી રાહત:એટ્રોસિટી એક્ટ અને IPCના ગુનામાં નડિયાદ કોર્ટે આરોપી તરીકે જોડવા હુકમ કર્યો હતો, હાઇકોર્ટે હુકમ રદ્દ કર્યો

    4 days ago

    નડિયાદની કોર્ટે પૂર્વ IPS રમેશ સવાણીને એક કેસમાં વધારાના આરોપી તરીકે જોડવા માટે આપેલા આદેશ સામે તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. આ ઘટનામાં અરજદાર જ્યારે વર્ષ 1993માં અરજદાર નડિયાદમાં Dy.SP તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે તેમની અને અન્ય ટોળા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને IPC ની વિવિધ કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી. 'અરજદાર વિરુદ્ધ કોઈ ગુનો બનતો નથી' તપાસના અંતે પોલીસ અધિકારીએ રિપોર્ટ રજૂ કર્યો હતો કે ભોગ બનનાર વ્યક્તિ ખ્રિસ્તી હોવાથી એટ્રોસિટી એક્ટ લાગુ પડતો નથી. વધુમાં કલમ 169 હેઠળ અહેવાલ આપી જણાવવામાં આવ્યું હતું કે અરજદાર વિરુદ્ધ કોઈ ગુનો બનતો નથી, તેથી તેમની સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી નહોતી. અરજદારને આરોપી તરીકે જોડવા અરજી કરી હતી ટ્રાયલ દરમિયાન ફરિયાદીની જુબાનીના આધારે સરકારી વકીલે અરજદારને આરોપી તરીકે જોડવા કલમ 319 હેઠળ અરજી કરી હતી, જેને સેસન્સ કોર્ટે મંજૂર રાખી હતી. જો કે હાઈકોર્ટે નોંધ્યું કે ફરિયાદીએ પોતે સ્વીકાર્યું હતું કે તે ઘટના સમયે હાજર નહોતા અને માત્ર લોકો પાસેથી મળેલી માહિતીના આધારે ફરિયાદ કરી હતી. હાઈકોર્ટે નડિયાદ કોર્ટનો વર્ષ 2006નો આદેશ રદ કર્યો હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને જણાવ્યું કે, કલમ 319 હેઠળ કોઈ વ્યક્તિને આરોપી તરીકે ત્યારે જ બોલાવી શકાય જ્યારે તેની વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ મજબૂત પુરાવા હોય. માત્ર શંકાના આધારે કોઈને આરોપી બનાવી શકાય નહીં. હાઈકોર્ટે ઠેરવ્યું હતું કે સેસન્સ કોર્ટે પૂરતા પુરાવા વગર અરજદારને આરોપી તરીકે જોડવાનો આદેશ આપીને ભૂલ કરી છે. હાઈકોર્ટે નડિયાદ કોર્ટનો વર્ષ 2006નો આદેશ રદ કર્યો છે. જો કે ભવિષ્યમાં ટ્રાયલ દરમિયાન મજબૂત પુરાવા મળે, તો કાયદા મુજબ આગળ વધવાની સ્વતંત્રતા આપી છે.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્ય રમેશ ટીલાળા ઝૂમી ઉઠ્યા:પશ્ચિમ બંગાળમાં ભાજપનાં ભવ્ય વિજયની રાજકોટમાં ઉજવણી, બંગાળી કારીગરોએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી ખુશી વ્યક્ત કરી
    Next Article
    મેઉ ગામની જમીનના નામે ઇન્દ્રાડના ખેડૂત સાથે 1.44 કરોડની ઠગાઈ:ખોટા ખેડૂત ઉભા કરીને બોગસ દસ્તાવેજો બનાવ્યા, ગોજારીયાના સોની સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment