Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્ય રમેશ ટીલાળા ઝૂમી ઉઠ્યા:પશ્ચિમ બંગાળમાં ભાજપનાં ભવ્ય વિજયની રાજકોટમાં ઉજવણી, બંગાળી કારીગરોએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી ખુશી વ્યક્ત કરી

    4 days ago

    પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ નોંધાવેલી ઐતિહાસિક જીતનો ઉત્સાહ હવે દેશના ખૂણે ખૂણે જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ આ જીતનો જશ્ન સોની બજાર વિસ્તારમાં ભારે ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે અને MLA રમેશ ટીલાળા ખાસ હાજર રહ્યા હતા. સાથે જ બંગાળી કારીગરો તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ ટીલાળા સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આ તકે જણાવ્યું કે, બંગાળમાં ભાજપની જીત એ જનતાનો વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અતૂટ વિશ્વાસ દર્શાવે છે. રાજકોટની કર્મભૂમિમાં વસતા હજારો બંગાળી કારીગરોમાં પણ આ જીતને લઈ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉજવણી દરમિયાન ફટાકડા ફોડીને અને એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આ તકે બંગાળી કારીગરોએ પણ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જે રીતે ગુજરાતમાં શાંતિ અને વિકાસનું શાસન છે, તેવું જ શાસન હવે બંગાળમાં પણ જોવા મળશે. વેસ્ટર્ન રેલવે વિમેન્સ વેલફેર ઓર્ગેનાઈઝેશન રાજકોટ દ્વારા મજૂર દિવસ નિમિતે 17 કર્મચારીઓનું સન્માન પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન એટલે કે વેસ્ટર્ન રેલવે વિમેન્સ વેલફેર ઓર્ગેનાઈઝેશન (WRWWO), રાજકોટ દ્વારા આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના અવસરે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેલવેના વિવિધ વિભાગોમાં કાર્યરત 17 રેલવે કર્મચારીઓને તેમની સમર્પિત અને ઉત્કૃષ્ટ સેવાઓ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના દ્વારા જણાવ્યા અનુસાર, આ કર્મચારીઓએ રેલવેની કાર્યપ્રણાલીમાં મહત્વનું યોગદાન આપ્યું છે. વેસ્ટર્ન રેલવે વિમેન્સ વેલફેર ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ મુકેશી મીનાએ કર્મચારીઓને સ્મૃતિ ચિન્હ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં સેક્રેટરી એકતા જૈન અને શોભા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુકેશી મીનાએ કર્મચારીઓની કામગીરીને બિરદાવી તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. રાજકોટનાં જંગલેશ્વર પાસે આજી-ખોખડદળ નદીમાં ગંદકી અને ગાંડીવેલના કારણે રોગચાળાનો ભય રાજકોટમાં ઉનાળાની કડકડતી ગરમી વચ્ચે પણ અનેક વિસ્તારોમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નં. 16માં જંગલેશ્વર પાસેથી પસાર થતી આજી-ખોખડદળ નદીમાં ફેલાયેલી ગંદકી અને ગાંડીવેલના કારણે સ્થાનિકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ ગંભીર સમસ્યા અંગે સામાજિક કાર્યકર સવજીભાઇ ફળદુએ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરવા રજૂઆત કરી છે. નદીમાં ઉગી નીકળેલી અતિશય ગાંડીવેલ અને બાંધકામ વેસ્ટના કારણે ત્યાં રહેતા લોકો અને નિયમિત પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગંદકીના લીધે ફેલાતી અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના ત્રાસને કારણે વિસ્તારમાં શરદી, ઉધરસ, તાવ અને ચામડીના રોગો જેવી બીમારીઓ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. આગામી ચોમાસામાં પણ આ કચરો પાણીના નિકાલમાં અવરોધ બની શકે તેમ છે. આથી, તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી નદીની સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ કરી છે. રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ એકાએક અઠવાડીયાની રજા પર ઉતર્યા રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશ અચાનક એક અઠવાડિયાની લાંબી રજા પર ઉતરી જતાં વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા તાજેતરમાં ગાંધીનગર પાસેના અડાલજ ખાતે આયોજિત ચિંતન શિબિરમાં હાજરી આપ્યા બાદ તેઓ રજા પર ઉતરી ગયા છે. કલેકટરની ગેરહાજરીમાં જિલ્લાનો વહીવટ પ્રભાવિત ન થાય તે માટે તાત્કાલિક અસરથી ચાર્જની સોંપણી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના વહીવટી વડા તરીકેનો વધારાનો ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડો. આનંદુ સુરેશ ગોવિંદને સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આદેશ અનુસાર હવે એક સપ્તાહ સુધી જિલ્લાની તમામ મહત્વની કામગીરી અને મહેસૂલી પ્રક્રિયાઓ ડો. આનંદુ સુરેશ ગોવિંદ સંભાળશે. ચિંતન શિબિર પૂર્ણ થયા બાદ તુરંત જ લેવાયેલી આ રજાને લઈને સચિવાલય સ્તરે પણ વિવિધ તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા આને માત્ર અંગત રજા ગણાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સેદ્રાણામાં ઇનોવા કારમાંથી 7.85 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:SMCના દરોડામાં બે ઝડપાયા; રાજસ્થાનથી અમદાવાદ જતી કારમાંથી 17.96 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    પૂર્વ IPS રમેશ સવાણીને હાઈકોર્ટથી રાહત:એટ્રોસિટી એક્ટ અને IPCના ગુનામાં નડિયાદ કોર્ટે આરોપી તરીકે જોડવા હુકમ કર્યો હતો, હાઇકોર્ટે હુકમ રદ્દ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment