Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી પોલીસને રાષ્ટ્રીય સ્કોચ એવોર્ડ મળ્યો:IPS સંજય ખરાત, DySP નયના ગોરડિયાને મિશન સ્માઈલ માટે સન્માનિત કરાયા

    1 day ago

    અમરેલી જિલ્લા પોલીસને “મિશન સ્માઈલ-સ્પર્શની સમજ” પહેલ માટે પ્રતિષ્ઠિત સ્કોચ સ્ટેટ ગવર્નન્સ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. દિલ્હીમાં યોજાયેલા એક સમારંભમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને DySP નયના ગોરડિયાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ સિદ્ધિથી સમગ્ર ગુજરાત પોલીસ ગૌરવ અનુભવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ સુરક્ષાને પ્રાથમિકતા આપતી આ પહેલ સૌપ્રથમ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષથી સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહી છે. જિલ્લામાં વધતા બાળ લૈંગિક ગુનાઓને અટકાવવાના ઉદ્દેશ્યથી આ “મિશન સ્માઈલ (Safe Moments in Loving Environment)” શરૂ કરવામાં આવ્યું હતું. DySP નયના ગોરડિયાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 20 ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોને યુએન કમિટી ઓન ચાઈલ્ડ સેફ્ટી અંતર્ગત વિશેષ તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ આ ટીમોએ જિલ્લાની શાળાઓમાં જઈ બાળકો, વાલીઓ અને શિક્ષકોને બાળ લૈંગિક સુરક્ષા અને અધિકારો અંગે જાગૃત કર્યા હતા. દેશભરમાંથી 300થી વધુ સંસ્થાઓ અને સરકારી વિભાગોમાંથી થયેલા નામાંકનમાંથી અમરેલી જિલ્લા પોલીસની પસંદગી થવી એ ગૌરવની બાબત છે. આ મિશન અંતર્ગત અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ બાળકો સુધી પહોંચીને પોલીસે બાળ સુરક્ષા, ગુનાઓની અટકાયત અને બનાવ બાદ યોગ્ય કાર્યવાહી અંગે મહત્વપૂર્ણ જાગૃતિ ફેલાવવામાં સફળતા મેળવી છે. આ સાથે સમાજ અને પરિવારને પણ આ વિષય પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 28 ગામોમાં જળ સંચય કાર્ય શરૂ:ઠેબા ગામમાં તળાવ ઊંડા ઉતારવાનું કામ 28 માર્ચે શરૂ થયું
    Next Article
    'હિસાબની વાત કરી તો જાનથી મારી નાખી ક્યાંય દાટી દઈશું':મેક્સિમસ હોલીડે કંપનીનું ઓડિટ કૌભાંડ, મહિલા એકાઉન્ટન્ટનું હેરિયર કારમાં અપહરણ; AAPના પ્રદેશ ઉપપ્રમુખની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment