Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 28 ગામોમાં જળ સંચય કાર્ય શરૂ:ઠેબા ગામમાં તળાવ ઊંડા ઉતારવાનું કામ 28 માર્ચે શરૂ થયું

    1 day ago

    જામનગર જિલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવો ઊંડા ઉતારી જળ સંચય કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલના ભાગરૂપે, 28 માર્ચના રોજ ઠેબા ગામમાં કામનો પ્રારંભ થયો હતો. જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના સંયોજકો શરદ શેઠ, નવીન કોઠારી, રક્ષિત શેઠ, કેતન મહેતા, જયેશ મહેતા તેમજ રોટરી ક્લબ જામનગરના પ્રમુખ હિતેશ ચાંદરિયા, સેક્રેટરી નિહાર માલદે અને સભ્યો મિલન શાહ, ડો. રૂપેન દોઢીયા, જીતેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. ઠેબાના સરપંચ હાર્દિક મુંગરા અને ગ્રામજનોની હાજરીમાં નવકાર મંત્રના પઠન બાદ માટી-કાંપ દૂર કરવાના કાર્યનો શુભારંભ કરાયો હતો. ઠેબાના તળાવમાં સવા કરોડ લિટરથી વધુ વરસાદી જળનો સંગ્રહ થશે. આનાથી ગામના અનેક ખેડૂતો, પશુ-પક્ષીઓ અને ઢોર-ઢાંખરને લાભ મળશે. જામનગર જિલ્લામાં જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ જામનગરના સંયુક્ત ઉપક્રમે સ્વ-ભંડોળથી ડબાસંગ, આરીખાણા, બાલાચડી, નેસડા, મચ્છુ-બેરાજા, સડોદરમાં ફૂલનાથ મહાદેવ મંદિર અને રાવલસર જેવા અનેક ગામોમાં જળ સંચયના કાર્યો હાલ ચાલી રહ્યા છે. બંને સંસ્થાઓ દ્વારા આ ભગીરથ કાર્યમાં તન, મન અને ધનથી જોડાવા માટે જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે. વરસાદી પાણીને વહી જતું અટકાવવું અત્યંત જરૂરી છે. લોકો પોતાના ઘર કે ફેક્ટરીની છત પર પડતા વરસાદી પાણીનો સંગ્રહ કરે તો જળસ્તર ઊંચું આવે અને પાણીની ગુણવત્તા પણ સુધરે. જળ સંચયના કાર્યમાં માર્ગદર્શન માટે સંસ્થાનો સંપર્ક કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં ભગવાન સ્વામિનારાયણનો 245મો પ્રાગટ્ય ઉત્સવ:લોયાધામ દ્વારા ધામધૂમથી ઉજવણી, હરિભક્તો ઉમટ્યા
    Next Article
    અમરેલી પોલીસને રાષ્ટ્રીય સ્કોચ એવોર્ડ મળ્યો:IPS સંજય ખરાત, DySP નયના ગોરડિયાને મિશન સ્માઈલ માટે સન્માનિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment