Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ભગવાન સ્વામિનારાયણનો 245મો પ્રાગટ્ય ઉત્સવ:લોયાધામ દ્વારા ધામધૂમથી ઉજવણી, હરિભક્તો ઉમટ્યા

    1 day ago

    બોટાદ ખાતે ભગવાન સ્વામિનારાયણનો 245મો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ ભવ્ય ઉત્સવનું આયોજન સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા પટેલ સમાજની વાડી, ગોવિંદ પાર્ક સોસાયટી, પાળીયાદ રોડ, બોટાદ ખાતે કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી આ ઉત્સવ યોજાયો હતો.આ પ્રસંગે સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ, ચોકલેટ અન્નકૂટ, ધૂન-ભજન-કીર્તન અને રાસોત્સવ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સરજુવલ્લભ સ્વામી દ્વારા સુંદર શૈલીમાં કથા વાર્તાનું આયોજન થયું હતું, જેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ સત્સંગ સભામાં લાભ લીધો હતો.લોયાધામથી પધારેલા સંતોએ આ કાર્યક્રમ બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી. અંતે, બોટાદના હરિભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    દ્વારકામાં દ્વારકાધીશ-રુક્મણીના વિવાહ પ્રસંગે રાજ સવારી નીકળી:હજારો ભક્તો ઉમટ્યા, શહેર જયઘોષથી ગુંજી ઉઠ્યું
    Next Article
    જામનગરમાં 28 ગામોમાં જળ સંચય કાર્ય શરૂ:ઠેબા ગામમાં તળાવ ઊંડા ઉતારવાનું કામ 28 માર્ચે શરૂ થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment