Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPS મનોજ નિનામાએ સ્વૈચ્છિક નિવૃતિ લીધી:હવે રાજકારણમાં એન્ટ્રી, શું ભાજપમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે!

    10 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ બની રહી છે ત્યારે એક મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે. પોલીસ વિભાગમાં લાંબા સમય સુધી સેવા આપનાર IPS અધિકારી મનોજ નિનામાએ સ્વૈચ્છિક નિવૃતિ (VRS) લઈ હવે જાહેર જીવનમાં નવી ઇનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની તૈયારી? સૂત્રો મુજબ, મનોજ નિનામા પોતાના વતનમાં ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની તૈયારીમાં છે. સ્વૈચ્છિક નિવૃતિ લઈને તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે તેઓ વિકાસના મુદ્દાઓ સાથે સીધા જ લોકો વચ્ચે કામ કરવા માગે છે. મનોજ નિનામાની નિવૃતિ ખાસ ચર્ચાનો વિષય બની માહિતી મુજબ, મનોજ નિનામા પોલીસ વિભાગમાં વિવિધ મહત્વપૂર્ણ પદ પર રહ્યા હતા અને ટ્રાફિક વિભાગમાં પણ નોંધપાત્ર કામગીરી કરી હતી. તેમની ઓળખ એક કડક અને ઈમાનદાર અધિકારી તરીકે રહી છે. રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી માટે બેઠકોનો દોર ચાલુ છે, જેમાં નવા ચહેરાઓને તક આપવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આવા સમયે નિવૃત્ત અધિકારી તરીકે મનોજ નિનામાની એન્ટ્રી ખાસ ચર્ચાનો વિષય બની છે. આગામી દિવસોમાં ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે, ત્યારે મનોજ નિનામાનું નામ ભાજપમાંથી જાહેર થાય તો સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો ઉભા થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    તાપી પોલીસનું 'ઓપરેશન યુપી':25 વર્ષ પહેલાના ડબલ મર્ડર અને ધાડનો મુખ્ય આરોપી ઝડપાયો
    Next Article
    કોંગ્રેસના વધુ એક પૂર્વ કોર્પોરેટરની નારાજગી:ઘનશ્યામસિંહ જાડેજાએ કહ્યું 'પ્રભારીએ જ્ઞાતિવાદથી ટિકિટ ફાળવણી કરી', રૂપાપરાને ટિકિટ અપાવવા ફાર્મહાઉસમાં મળી હતી બેઠક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment