Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસના વધુ એક પૂર્વ કોર્પોરેટરની નારાજગી:ઘનશ્યામસિંહ જાડેજાએ કહ્યું 'પ્રભારીએ જ્ઞાતિવાદથી ટિકિટ ફાળવણી કરી', રૂપાપરાને ટિકિટ અપાવવા ફાર્મહાઉસમાં મળી હતી બેઠક

    10 hours ago

    રાજકોટ શહેર કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ ઘડાયો છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે 40 ઉમેદવાર કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં જાહેર કર્યા હતા. જેમાં પ્રથમ વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટરે નારાજગી વ્યક્ત કરી હતી અને હવે બીજી યાદી જાહેર થાય એ પહેલા આજે વોર્ડ નંબર 17ના પૂર્વ કોર્પોરેટરે નારાજગી વ્યક્ત કરી અને પ્રભારી સામે જ્ઞાતિવાદ કરતા હોવાના આરોપ લગાવ્યા છે. પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે શૈલેષ રુપાપરાને ટિકિટ અપાવવા માટે કુવાડવા રોડ પર ફાર્મ હાઉસમાં બેઠક મળી હતી.જેમાં ભાજપના એક ધારાસભ્ય પણ હાજર હતા. 'જેનીબેન ઠુંમરે ટિકિટ ફાળવણીમાં જ્ઞાતિવાદ કર્યો' ઘનશ્યામસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટના પ્રભારી જેનીબેન ઠુંમર જ્ઞાતિવાદ કરી રહ્યા છે. પ્રભારી માટે દરેક જ્ઞાતિના લોકો એક સમાન હોવા જોઈએ. પરંતુ પ્રભારીએ જ્ઞાતિવાદ કરી ટિકિટ ફાળવણી કરી છે. વોર્ડ 17માં પાટીદાર સમાજના શૈલેષ રૂપાપરાને ટિકિટ અપાવવા કુવાડવા રોડ પર એક ફાર્મ હાઉસમાં બેઠક મળી હતી અને ટિકિટ ફાળવણી અંગે નિર્ણય કર્યો હતો. જેમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા. ‘પ્રભારીથી નારાજગી છે, કોંગ્રેસમાં જ રહીશ’ ઘનશ્યામસિંહે વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક નેતાને ટિકિટ ફાળવવી જોઈએ. વર્ષ 2015માં હું આ વિસ્તારમાં ચૂંટણી લડી વિજેતા બન્યા હતો અને ત્યારથી સતત લોકોની વચ્ચે રહીને કામ કર્યા છે. કોર્પોરેટર હતા ત્યારે અને ન હતો ત્યારે પણ છેલ્લા 5 વર્ષ લોકોની વચ્ચે રહીને કામ કર્યાં છે. લોકો પણ એવું ઈચ્છે છે કે પક્ષ દ્વારા મને ટિકિટ આપવામાં આવે પરંતુ હવે પક્ષનો જે નિર્ણય છે તેને માન્ય રાખી અમે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા મહેનત કરીશું. હું કોંગ્રેસ પક્ષમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. મારી નારાજગી માત્ર જેનીબેન ઠુંમર સામે છે કારણ કે તેમને ગ્રાઉન્ડ રિયાલિટી જાણ્યા વગર ઉમેદવાર પસંદગીમાં જ્ઞાતિવાદ કર્યો છે. ઘનશ્યામસિંહના સમર્થમાં લોકોએ નારા લગાવ્યા ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી શકે છે. એ પહેલા વોર્ડ નંબર 17માં હસનવાડી વિસ્તારમાં 25થી 30 લોકો એકઠા થઈ ઘનશ્યામસિંહને ટિકિટ આપોના નારા લગાવ્યા હતા. કોંગ્રેસે પ્રથમ યાદીમાં વોર્ડ નંબર 17ના 3 ઉમેદવાર જાહેર કર્યાં હતા. જેમાં ગાયત્રીબેન ભટ્ટ, યોગીતાબા જાડેજા અને શૈલેષ રૂપાપરાને ઉમેદવાર જાહેર કરાયા હતા, હવે માત્ર એક OBC બેઠક પર ઉમેદવાર જાહેરાત બાકી છે.
    Click here to Read More
    Previous Article
    IPS મનોજ નિનામાએ સ્વૈચ્છિક નિવૃતિ લીધી:હવે રાજકારણમાં એન્ટ્રી, શું ભાજપમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે!
    Next Article
    "Expect Unimpeded Flow Of Commerce Through Hormuz": India On Iran Ceasefire

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment